________________
શાખાના ભાવેદેવસૂરિના શિષ્ય વિજયસિંહસૂરિ થયા. તેમના વિરાચાર્ય નામના શિષ્ય થયા કે જેમણે ગુજરાધીશ સિદ્ધરાજ જયસિંહ પર સારો પ્રભાવ પાડયો હતો.
નિવૃતિ કી રાજચત્ર ગછ–આ ગરછમાં પ્રભાવિક શ્રી ધનેશ્વરસૂરિ થયા કે જેમણે “શત્રુંજય મહાભ્ય” નામને ગ્રંથ રચ્યું છે.
બ્રહ્મદ્વીપ ગચ્છ-- શ્રી વજીસ્વામીના મામા આર્યસમિતે કૃષ્ણ ને બેન્ના એનામની બે નદીઓ વચ્ચે બ્રહ્મદ્વિીપમાં વસનારા ૫૦૦ તાપને પ્રતિબધી ન ધર્માનુયાયી બનાવ્યા. તે સાધુઓ બ્રાદ્વીપીશાખા નામથી પ્રસિદ્ધ થયા અને તેથી તેમને ગચ્છ બ્રહ્મઢી પગચ્છ એવા નામે પ્રચલિત થયો.
હર્ષપુરીય ગછ–અજમેર પાસેના હર્ષપુર નગરમાં આ ગચ્છની ઉત્પત્તિ થઈ હોય તેમ સંભવે છે. આ ગચ્છમાં શ્રી બપ્પભટ્ટસૂરિ શાસન્નતિકર થયા. ઉપરાંત મલધારી દેવપ્રભસૂરિના શ્રી તારાચંદ્રસૂરિ નામના શિષ્ય થયા જેમણે
જ્યોતિષસાર અને પ્રાકૃતદીપિકા નામના ગ્રંથ અને મુરારી કવિના અનઈ રાઘવ પર ટીકા તેમજ ન્યાયકંદલી પર ટીકા રચી હતી. તેમના શિષ્ય નરેન્દ્રપ્રભે અલંકારમહેદધિ તથા કાકુWકેલિ ગ્રન્થ રચ્યા હતા. વળી તિલકસૂરિના શિષ્ય રાજશેખરસૂરિએ ન્યાયતંદલી પર પંજિકા અને એતિહાસિક પ્રાધામૃત દીકિા રચેલ છે.
મલધારી ગચ્છ–આ ગ૭ કોનાથી શરૂ થશે તે નક્કી થઈ શકયું નથી પરંતુ આ ગચ્છમાં અતિ વિચક્ષણ વિદ્વાને થયા છે. મલધારી હેમચંદ્ર જીવસમાસ, ભવભાવના, ઉપદેશમાલાવૃત્તિ, અનુગદ્વાર સૂત્ર ટીકા, શતકવૃત્તિ, મૂળાવશ્યક પર પાંચ હજારી વૃત્તિ, વિશેષાવશ્યક નામની અઠ્ઠાવીશ હજારી વૃત્તિ વિગેરે અસાધારણ ગ્રંથ રચ્યા છે.
સાંડેરગચ્છ—એરણપુરા પાસે સાંડેરા ગામ છે. ત્યાંના જે આચાર્યો પ્રસિદ્ધિ પામ્યા તે સાંડેરગચ્છીય કહેવાયા. આ ગ૭ વિક્રમની દશમી સદી પૂર્વે વિદ્યમાન હતું. આ ગચ્છને આચાર્યો શીરોદિયા વંશની સ્થાપના કરી હતી અને તેથી શોતિયા વરિયા એ કહેવત પ્રચલિત બની છે.
વડગચ્છ–શ્રી ઉદ્યોતનસૂરિએ આબુની તળાટી પાસે ટેલી નામના ગામમાં વડના વૃક્ષની નીચે શ્રી સર્વદેવસૂરિને (મતાંતરે આઠ આચાર્યોને ) સૂરિમંત્ર આપે ત્યારથી વનવાસી ગ૭ તે વડગછ કહેવાય. આ ગચ્છના સમર્થ આચાર્યોએ સેંકડો રાજાઓને પ્રતિબધી જૈન શાસનનો ઉદ્યત કર્યો હતે. શ્રી આ»દેવસૂરિના શિષ્ય શ્રી દેવેન્દ્રગણિ(શ્રી નેમિચંદ્રસૂરિ)એ ઉત્તરાધ્યયન સૂત્ર પર ટીકા, પ્રવચનસારોદ્ધાર, આખ્યાનમણિકેષ તથા વીરચરિત્ર ગ્રંથ રચ્યા હતા,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org