________________
પિતાના સંસાર પક્ષના સ્વજનેને આ વૃત્તાન્ત કહ્યો. તેઓએ તેમના પરના મમત્વભાવને કારણે કહ્યું કે-“અમે તો તમને જ આચાર્ય માનશું, બીજાને નહિ માનીએ.” આચાર્ય પદ-પ્રદાન પછી ધર્મવલ્લભનું નામ શ્રી જિનેશ્વરસૂરિ રાખવામાં આવ્યું. તેમનાથી ખરતરગચ્છની ચોથી વેગડ શાખા શરૂ થઈ.
વિક્રમના પંદરમા સૈકા સુધી ઉપર જણાવેલા ગર પિકી ઘણું ગચ્છો વિદ્યમાન હતા પરંતુ હાલ તે તપાગચ્છ, સાગરગચ્છ, અંચળગચ્છ, ખરતરગચ્છ, ત્રિસ્તુતિક સૌધર્મબહત્તપાગચ્છ અને પાયચંદગ૭–એટલા ગચ્છ જ વિશેષ ખ્યાતિ ધરાવી રહ્યાં છે.
કેટલાક ગચ્છમાં સહજ માન્યતભેદ છે પરંતુ તેની ચર્ચા આ પુસ્તકમાં અસ્થાને છે. આ ગ્રંથ-રચનાને ઉદ્દેશ ઐતિહાસિક ગષણ કરવા પૂરતું જ છે. એટલે તેમાં ખંડનાત્મક શિલી નિરુપયોગી અને બીનમહત્વની ગણાય. ઐતિહાસિક તારતમ્ય કાઢવા સુપ્રયાસ કરવા છતાં, વચ્ચેના કેટલાક પટ્ટધરને સંપૂર્ણ ઈતિહાસ ઉપલબ્ધ થઈ શક નથી, અને કેટલીક હકીકત પરત્વે મતભેદ જોવાય છે; પરન્તુ અમે મૂળ લખાણને જ અનુસર્યા છીએ અને કેટલેક સ્થળે કુટનેટ આપી વસ્તુને વિશેષ સ્કુટ કરી છે.
પાટની સીધી પરંપરાએ જે પટ્ટધર થયા છે તેને લગતે વૃત્તાંત સહેજ મોટા (સવાઈ) ટાઈપમાં મુદ્રિત કરવામાં આવ્યું છે, જ્યારે અન્ય પ્રભાવિક આચાર્યોની અવાંતર હકીકતે ઝીણા (પૈકા) ટાઈપમાં મુદ્રિત કરવામાં આવી છે. પટ્ટધરો સિવાય અન્ય સૂરિવરે પણ કંઈ કમ ન હતા, તેઓ યુગપ્રધાનની ગરજ સારે તેવા પ્રમાવિક અને શુદ્ધ ચારિત્રપરાયણ હતા. દરેક યુગપ્રધાનને અવલંબીને વિસ્તૃત રૂપમાં લખવામાં આવે તે પાનાઓનાં પાના ભરાય અને ગ્રંથનું કદ પણ મર્યાદામાં ન રહે તેટલા ખાતર પ્રભાવિક વ્યક્તિના જીવનને અનુલક્ષીને ભેમિયારૂપ નીવડે એવી હકીકતને જ સ્થાન આપવામાં આવ્યું છે. શું જંબુસ્વામી કે શું ભદ્રબાહુસ્વામી? શું સ્થૂલભદ્ર કે આર્ય સુહસ્તિ ? શું વાસ્વામી કે માનદેવસૂરિ? શું માનતુંગસૂરિ કે મુનિ ચંદ્રસૂરિ? શું સોમપ્રભસૂરિ કે જગચંદ્રસૂરિ? શું દેવેન્દ્રસૂરિ કે ધમષસૂરિ ? શું સોમસુંદરસૂરિ કે મુનિસુંદરસૂરિ ? શું કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રસૂરિ કે જગદ્ગુરુ શ્રી હીરવિજયસૂરિ?—આ પ્રભાવિક પુરુષનાં શાસનેન્નતિનાં કાચને તે સ્વતંત્ર ગ્રંથ જ પૂરતે ન્યાય આપી શકે, પરંતુ અમારે આ પ્રયત્ન ભવિષ્યના લેખકને દીવાદાંડીની ગરજ સારશે તે પણ અમે કંઈક અંશે કૃતકૃત્ય બનશું. આ પટ્ટાવલીની પ્રામાણિકતા
પટ્ટધરોના વૃતાંતને માટે ઉપલબ્ધ અનેક સાધને પૈકી આ “તપાગચ્છ પટ્ટાવલસૂત્ર” પ્રમાણભૂત અને વિરતૃત વિવેચનવાળું મનાય છે. વિ. સં. ૧૬૪૮ ના ચૈત્ર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org