________________
સુરતને જેન ઇતિહાસ.
તે ઉપાશ્રયના દરવાજાના આંગણાની ભૂમિ પર સ્થિરતા ધારીને જેતે જોતે શ્રાવકેને, સાક્ષાત દેએ મનુષ્ય રૂપ ધારેલ હેય તેવા તું જશે, કે જે શ્રાવકે પૈકી કેટલાક હાથી પર આરૂઢ થઈને, કઈ રથમાં બેસીને, કોઈ ઘેડા પર અસ્વાર થઈને રસિક હૃદયવાળા ઉતાવળથી ઉપાશ્રયે વ્યાખ્યાન સાંભળવા આવે છે. ૧૦૩
તે દ્વારના આંગણાની ભૂમિ રસ ઝરતા હાથી અને અશ્વોના આગમનથી તેમજ માણસની ભરચક ગર્દીથી ભરાયેલી હોવાથી મુંઝવણ કરાવે છે તેને પવનથી ચાલતાં તેણે પ્રેમથી આશ્વાસન આપે છે. ૧૦૪
તે શ્રમણવસતિ–ઉપાશ્રયની મધ્યે વ્યાખ્યાન-મંડપ રહે છે કે જે પિતાની કાન્તિથી સૌધર્મ ઈંદ્રની સભાની શેભાની બરાબરી કરે છે. ચંદ્રોદયના પરિચિત કરાવનાર સુવર્ણ માણેકની શેભાની પરંપરાથી દીપી રહેલ અને વિવિધ રચનાથી ભિત સ્તંભથી શેભાયમાન છે. ૧૦૫
તે મંડપની વચ્ચે (વ્યાખ્યાનકાર માટે) અનુપમ સિંહાસન છે કે જે ઇંદ્રાસનની શોભાવાળું છે અને તે મનહર કાવ્યની પેઠે સપુરૂષના ચિત્તને સુખ આપે છે કારણ કે તે અલંકારવાળું, સુઘટિત, મહા સંધિના બંધવાળું, સુવર્ણ (સારા અક્ષરવાળું, સારા રંગવાળું,) સ્વચ્છ છાયાવાળું અને સુલતિત ચાર પદવાળી
ભાવાળું છે. (આ બધાં વિશેષ સારા કાવ્ય અને સિંહાસન બંનેને લાગુ પડે છે તેથી બંનેને સરખાવ્યા છે. ) ૧૦૬