________________
બક્ષી તરીકે બહારતેગ અને કાજી તરીકે મમદ હસન હતા અને તેઓ કંપની બહાદુરના હુકમથી હકમી ચલાવતા હતા તે બહાદુર કંપનીને સરદાર મિસ્તર વાન સાહેબ હતા.
અને સુરત પરગણાના અધિકારવાળે કિલેદાર કોલેસન (નામ સાહેબ) હતે
નગરશેઠ લખમીદાસ નામને હતું કે જેની પ્રભા શહેરમાં પડતી હતી, ઈમાની મિરજ્યાં, કાયદો જાણતા પિરોજશાહ, બુદ્ધિશાળી સણવી નામે નાજરશાહ અને મહેતા વલભ અને ગિરધરલાલ બંને પુણ્યશાલી હતા. શાસ્ત્રી તરીકે આણંદરામ, મોટા મકાનવાળા બાબા હમારે નામના હતા.
હવે શહેરના શાહુકારોમાં અગણિત લક્ષમીવાળા તરવારી નામની અટકના આતમારામ ભૂખણ નામના ભણશાલી હતા કે જેમનું પુણ્ય ઘણું હતું, નવલાખ લક્ષ્મી હતી. બીજા નામે લાલી બિરહ ચુનીલાલ લક્ષમીવાન હતા, કલાશાહ, શ્રીપત્ત એ નામના શ્રીમંત ઉપરાંત ક્ષત્રી જાતના ફૂલાચંદ, મોટરમલ, જેયતાદાસ અને માધદાસ હતા. મારવાડી શાહુકાર સુવિલાસી અને મોટી પેઢીએ રાખી લાખની હુંડી લખનારા અને ગુંડી પાઘડી બાંધનારા–એવા ઘણા શાહુકાર હતા. તેથી કેટલાંનાં વર્ણન કરું?
ગુજરીમાં જે ચીજ મલતી હતી તેનું વર્ણન કરું છું. ગુજરી કિલા પાસેના મેદાનમાં ભરાતી. ત્યાં મશરૂ, હિમ,