________________
શેઠ હરાચંદ ખુબચંદ જૈન પુસ્તક સીરીઝની
ઉત્પત્તિ - લખનાર-કેસરીચંદ હીરાચંદ ઝવેરી સંવત ૧૯૮૧માં સંગ્રહણના જીવલેણ વ્યાધિના અપારામાં હું સપડાયે: સંકટમાં તથા વિષેષતઃ વ્યાધિમાં મનુષ્ય માત્રને સારા વિચાર ઉદભવે છે એ સર્વ સામાન્ય નિયમ અનુસાર મને પણ દ્રવ્યનો સદવ્યય કરવાની ભાવના જાગીપામર જીવનમાં આવી ભાવના કેહવાર આવી વહી જાય છે પણ સુદૈવયોગે મેં તે દઢ સંકલ્પ કર્યો. શરીર નિરોગી થયા બાદ સંકલ્પાનુસાર પ્રયત્ન શરૂ કર્યો. ઐતિહાસિક પુસ્તકોની સીરીઝ, પૂજ્ય પિતાશ્રીના પુનિત નામથી પ્રગટ કરવા તથા ચાલુ રાખવા નકકી કર્યું.
પ્રથમ પુણ્ય (પુસ્તક) પ્રસિદ્ધ થયું તે સુરતની જેને ડીરેકટરી. આ પુસ્તકમાં સુરતના ઇતિહાસ સંબંધી સામન્ય સંચય હેવાથી, વિષયવાર વિસ્તારથી સંશાધનપૂર્વક સંચય કરવાની વૃત્તિ જાગી, અને પ્રથમ પસંદગી સુરતના જિન ચૈત્ય વિભાગને આપવામાં આવી. બની શકે તેટલી હકીક્ત એકત્ર કરી “સુરત ચેત્ય પરિપાટી” નામનું બીજું પુસ્તક (પુસ્તકમાલાનું બીજું પુ૫) પ્રગટ કર્યું જેને વીરશાસન” પત્રની અગીઆરમા વર્ષની ભેટ તરીકે આ