________________
૧૯
વિક્રમ સં. ૧૬ (સે) માં સુરત નામની ગણિકાના નામ પરથી તેના પરની પાતસાહની મહેર થતાં સુરત શહેર વસ્યું. ગેપીશા નામના સાહુકારે ગોપીપુર વસાવ્યું અને ગોપી નામનું તળાવ તેમજ વાવ પત્થરબંધ બંધાવ્યાં (તે) ગોપીદાસે સુરજમંડન શ્રી પાર્શ્વનાથની સ્થાપના કરી. પાતશાહે તાપી નદી) પર મોટે કીલે બંધાવ્યું. તેને પાયે ઉંડે કરી અને સીસું ભરી મેટા બુરજ કરાવ્યાં. કટને ફરતી ખાઈ કરાવી ને કિલામાં જાલ ગળા–તોપ ગોળાને સાજ રાખ્યો કે જે એવા હતા કે તેને છોડતાં જબર અવાજ થતા હતા. અહીં દિલ્લીના પાતશાહે તે હિલે બનાવ્યો ને ત્યાંથી મોટા સૂબા-ખાન આવતા. કિલાને બાર દરવાજા હતા. એ નીકા–સુંદર સુરત શહેર પર તાપી માતાની મહેર હતી. તાપી નદીમાં બે વખત વેળ ચઢતી હતી, ને તેમાં હેડી-ફતે મારી ચાલતી હતી. તે હેહીઓના પ્રકારનાં જુદાં જુદાં નામ આપ્યા છે તે જાણવાં જેવાં છે. દરિયા મહેલ હતે. લાખ રૂપી અને માલ સફરી જહાજમાં આવતું. ૭૨ જાતનાં કરિયાણાને વેપાર વેપારીઓ કરતા હતા. કુરજામાં માલ આવતા તે પર દાણ લેવામાં આવતું.
આ વખતે નવાબ નસિરૂદીન ખાન હતું અને તે પોતાની સ્વારી કાઢતે ત્યારે સારા ગજરાજ ઝુલતા અને કાબુલી કનજી કચછના ઘડાઓ તેમાં ચાલતા હતા. વળી