________________
પિતાની લક્ષ્મીનો ઉપયોગ પિતાના ગરૂછપુરતા ધાર્મિક કાર્યોમાં કરેલું હોવાથી અન્ય ઇતિહાસકારોથી તે કાર્યો અજાણ્યા રહે એ ખુલ્લું છે.
સુરતના જૈન ઇતિહાસને લગતી પ્રાચીન હકીકતે મુખ્યત્વે રાસાઓમાં વર્ણવેલી છે. ઉપાધ્યાય શ્રી વિનય વિજયજીનું ઈન્દુત, શ્રી હીરવિહારના રાસાએ, શ્રી વાસુપૂજયસ્વામિના દેરાસરના મહત્સવના વર્ણનના રાસાઓ, પ્રેમજી પારેખના સંઘના વર્ણનના રાસાએ, શીતલનાથ જીની પ્રતિષ્ઠાના રાસાઓ, પ્રેમચંદ લવજીના સંઘનું વર્ણન, કચર સંઘવીના સંઘનું વર્ણન વિગેરે મુખ્ય છે.
રાસા યુગમાં અનેક મુનિઓના આવાગમને થયા હતા અને તેઓએ પોતે અનેક રાસાઓ રચી તે તે સમયના શ્રેષ્ઠીવર્યોનાં વર્ણને, તે વખતે થયેલાં શુભ કાનાં વર્ણન વગેરે દ્વારા અનેક બીના પુરી પાડી છે.
સુરતમાં રચાએલા રાસાઓ તથા સુરતના વર્ણના રાસાઓનો એક પુસ્તક રૂપે સંગ્રહ પ્રગટ કરવામાં આવે તે પ્રાચીન ઈતિહાસ ઉપર સારું અજવાળું પાડી શકાય. - દેરાસરના સંબંધમાં પણ ઉપાધ્યાય શ્રી વિનયવિજયની ચૈત્ય પરિપાટી, લાલાશાહની ચૈત્ય પરિપાટી, દીપવિજયજીની ગઝલ, શીલ વિજયજીની ચૈત્ય પરિપાટી વગેરે મુખ્ય છેઆ ચિત્ય પરિપાટીએ તે સમયના મદિરોને ઈતિહાસ સારી રીતે પુરો પાડે છે