________________
છે. ત્યાં એજ દેશસરમાં શ્રી કુંથુનાથજીની પ્રતીમા પર સંવત ૧૪૯ને લેખ છે. એટલે ૫૮૭ વરસ પર પણ સુરતની હસ્તી હતી.
સુરત નાણાવટ હનુમાનની પોળમાં શ્રી અજીતનાથના હરાસરમાં શ્રી નેમીનાથની પ્રતીમા ઉપર સંવત ૧૪૭૫ને લેખ છે. ત્યાં એજ દેહરાસરમાં બીજી આદીનાથની પ્રતીમા ઉપર સંવત ૧૪૬૪ને લેખ છે તે પરથી જણાય છે કે ૨૧૭ વશ્ય પર પણ સુસ્તની હસ્તી હતી.
સુરત નગરની શેઠની પિળમાં શ્રીગોડપાર્શ્વનાથના દેશશરમાં શ્રીવમલનાથની પ્રતીમા ઉપર સંવત ૧૫૩ને લેખ છે. તેમાં સુર્યપુર લખ્યું છે. તે પરથી ૪૫૩ વરસ પર પણ સુરતની હસ્તી હતી.
૧૦૦૦ વરસ પરનું શહેર ઉપરનાં ઇતીહાસીક લેખો પરથી માલમ પડે છે કે સુરત ૧૦૦૦ વરસ ઉપરનું પુરાણું શહેર છે. કયા વર્ અને કોણે વસાવ્યું તેને કંઇ આધાર ઇતીહાસમાં મળતે નથી પણ એટલું તે ચોક્કસ છે કે તે ૧૦૦૦ વરસ ઉપર પુરાણું શહેર છે.
દંતકથાઓ સુરતનાં કવી શ્રી નર્મદાશંકરે પોતાના રચેલા નર્મગદ્યમાં પાનાં ૨૭૦માં સુરત વિષે લખ્યું છે કે સુરત-માછીવાડા તાપી કાંઠે હતું. એમાં માછી અને ખારવા લોક રહેતા હતા