________________
બાદત તે સંસાર આપણને સંકીર્ણ લાગત.” આ શબ્દો મનુષ્યની કલાકૃતિ સરજાવવાની પ્રેરણાને ઘણી સુંદર રીતે વ્યક્ત કરે છે. કલાના સૌન્દર્યને જડ અણીના સાન્દ્રયમાં સમાવી દેવા માટે માનવીને પરિશ્રમ, બુદ્ધિમત્તા અને અગાય કહપનાશક્તિની જરૂર રહે છે. જૈન સંપ્રદાયની માન્યતા ધરાવનાર કલારસિક મગજમાં પણ સૌન્દર્યને અમર કરવા માટે, સ્ત્રી સૌન્દર્યની પૃહાની તૃપ્તિ માટે, લલિતકલા સરજાવવાની એવીજ પ્રેરણા થઈ. આબુ શત્રુંજય, વગેરે તીર્થો અને સુરત, અમદાવાદ વગેરે શહેરોમાં જેનેએ જે દેરાસરો વગેરે બનાવ્યાં છે તે આર્યોની શિ૯૫કલાને કિમતી ખજાને છે. જેને ધાર્મિક દ્રષ્ટિએ દેરાસર, જિનાલય, અપાસરા વગેરે બનાવવામાં ખૂબ ઉત્સાહ અને પરિશ્રમ સેવ્યાં છે. તેમની ધાર્મિક ભાવનાએ સ્થાપત્યની સ્વયંકલેશ્ય એજના સરજાવી છે. એ ૨ાપત્ય સંપૂર્ણ ઉચ્ચ અને સતત અભ્યાસ અને અનુભવવાળા કલાવિકાસના પરિણામ રૂપે હિંદમાં સ્થળે સ્થળે નજરે પડે છે.
આવું એક કલામય દેરાસર સુરતમાં મીરજા સ્વામીના ચકલામાં આવેલું છે. એ ચિંતામણી પાર્શ્વનાથભગવાનના દહેરાને નામે પ્રસિદ્ધ છે. મીરજાસ્વામીના ચકલાથી વરિ યાળી ગેટ જતાં જમણી બાજુએ મોરજર સ્વામીની મસીદ.