________________
૧૧૮ તેઓનું સારૂં માને છે. તેઓએ મેટ્રીકયુલેશન સુધીની કેળવણી લીધી છે. અને સારા વિચાર ધરાવે છે. જૈન સંઘના પણ સંઘપતિ છે તેમના કુટુંબમાં પણ અગાઉ નામાંકિત પુરૂ થઈ ગયા તેઓ મુગલ સરકારના વખતમાં ને નવાબ સાહેબના રાજ્યમાં ઘણું જાણતા થઈ ગયા. સુરતની જુદી જુદી ન્યાતને છેવટને ફડચે તેમને ત્યાં થતું હતું. એમ કહેવાય છે. ભાઈ બાબુભાઈ સગીર વયમાં કોર્ટ ઓફ વોર્ડસના રક્ષણ નીચે હતા. તેઓ લાયક ઉમરના હેવાથી કેમની મીતને વહીવટ તેમને સેંપી દેવામાં આવ્યો છે. બીજુ, કુટુંબ શેઠ ભાઈશાજીવાળાનું તથા મલુકચંદ દીવાનવાળાનું કહેવાય છે. શેઠ ભાઈશાજી નવાબ સાહેબના રાજ્યના સમયમાં જાણીતા થઈ ગયા છે. તેમના તથા તેમના પૂર્વજો અસલના વખતમાં બંદર મારફતે મોટા પાયા ઉપર વેપાર કરતા હતા. તથા તેમના મોટાં મોટાં ગોડાઉને હતાં એમ કહેવાય છે. તેમના કુટુંબ તરફથી બેડીપાર્શ્વનાથનું જૈન દેરાસર નગરશેઠની પળમાં કરાવવામાં આવ્યું છે. ' મેસર્સ શીવચંદ વજેચંદ તથા ફુલચંદ શીવચંદનું કુટુંબ રેશમી કાપડના વેપારને માટે જાણીતું થયું છે. ફુલચંદભાઈ સુરતમાં તેમજ આખા હીંદુસ્તાનમાં જૈન સિદ્ધાંતેના જ્ઞાન માટે તેમજ કાર્યો કરવા સારૂં જાણીતાં થઈ ગયા છે. આ કામ માં બદામી વાળાનું કુટુંબ પણ જાણીતું થએલું છે. તેમનામાં ર. કપુરચંદ કરીને