________________
:૧૧૯
એક ધર્મના જાણકાર પુરૂષ થઈ ગયા, તથા રા. સુરચંદભાઈ જડજ હતા. અને રા. મગનભાઈ વકીલાતને ધધ કરે છે. આ સિવાય પણ આ કેમમાં બીજી એક વકીલ છે અને એ સિવાય બીજા એક બે ગ્રેજ્યુએટે પણ છે. મેલાપચંદ બજાજવાળાનું કુટુંબ પશુ અગાઉના વખતમાં જાણીતું થઈ ગયું છે. પરંતુ અત્યારે તે પણ છિન્ન ભિન્ન થઈ ગયું છે. ત્રણ તડવાલી કોમમાં રા. ચુનીલાલ છગનચંદ સરાફ ધર્મના ઘણું જાણકાર પુરૂષ હતા. તેઓએ હાલની પશ્ચિ માત્ય કેળવણી પણ લીધી હતી તેમજ રા. ચુનીલાલ ગુલાબચંદ રીટાયર્ડ ફોરેસ્ટ ઓફીસર છે. તેઓ અત્યારે પેન્સનર છે. તેમજ રા સાકેરચંદ મદ્રાસીને ચાંદીને, તેમજ શરાફીને મોટે વેપાર ચાલે છે. દીપચંદ સુરચંદની પેઢી જાણીતી શરાફી પેઢીના માલીક ૨. સોભાગભાઈ હતા કચરાનું કુટુંબ પણ જાણીતું છે. તેમણે નાણાવટમાં આવેલું શ્રી મહાવીર સ્વામિનું સમવસરણનું દહેરૂં. બંધાવેલું છે. તેમનું કુટુંબ અત્યારે વહેચાઈ ગયું છે. પરંતુ તેમની પૈસા સંબંધી સ્થિતિ સારી છે. મેસર્સ ખીમચંદ કલ્યાણચંદ નાણાવટી જાણીતા છે. તેમણે જરીકામ બરતકામને ધધ સારી રીતે ખીલબ્ધ છે. ૨. રા. હીરાચંદ મોતીચંદ પણ જાણીતા થઈ ગયા તેઓએ દુષકાળ આહિ પ્રસંગોમાં સરકારને તેમજ બીન આસામીઓને ઘણી મદદ કરી હતી તેથી સરકારે તેમને રા. બા. નો ખીતાબ આપે