________________
આ ન દેરાસરને મૂળ વહિવટ વડી પિશાળ ગ૭ના હનના હસ્તક હતે. સુરતના નગરશેઠ નરસિંહદાસના વખતમાં તેમના હસ્તક હતું. તે પછી ગુલાબદાસ નગરશેઠના સગીરપણામાં રતનચંદ શેઠના હસ્તક એને વહિવટ ગયા. તે પછી ધરમચંદ ઈચ્છાચંદના હસ્તક હતું. અને હાલમાં આંચળીયા ગચ્છના જૈન ગૃહસ્થ અમરચંદ કરમચંદના હસ્તક એને વહિવટ ઈ. સ. ૧૯૧૮થી છે. વડી પિશાળ ગચ્છના ૪-૫ કુટુંબોજ હયાતીમાં રહાં છે. આ ગચ્છના જૈન સાધુઓ તંત્ર વિલામાં નિષ્ણાત હોવા ઉપરાંત મારવાડ તરફના વતની હોવાથી સ્વભાવે અહીંના જૈન સાધુઓ કરતાં જરા ઉગ્ર પ્રકૃતિના હોય છે. આ દેહરાસરના નિભાવ ખર્ચ માટે શીલકમાં રોકડ રકમ ન રાખતાં સ્થાવર મિલકત વસાવવાનો રિવાજ ચીવટાઇથી દરેક વહિવટદાર પાળે છે, એટલું જ નહિ પણ આ દેહરાસર સમસ્ત જૈન સંઘ માટેનું હોવા છતાં દરેક વહિવટદાર સુરતના નગરશેઠની સલાહ લઈનેજ દેહરાસરનું કામ કરતા આવે છે. સર્વધ્વંસક કાળના વહન સાથે ગભારાની ચારે તરફ ફરતો બાવન તીર્થકરોની “ભમતીમાંથી ૨૮ ભાંગી ગઈ અને ચાર છતો (Ceiling) પરનું કતરકામ પણ નષ્ટપ્રાય થઈ ગયું. તેથી “હીમામા”ના નામથી પ્રખ્યાત થયેલા જૈન ગ્રહસ્થ ઈ. સ. ૧૯૦૬–૭માં આ દેરાસરને કેટલોક ભાગ રીપેર કરાવ્યું. એ કાર્ય શુદ્ધ નિષ્ઠાથી કરવામાં આવ્યું પણ કલાની દષ્ટિ ન હોવાથી લાકડાના