________________
- આજુઓ હતી અને છે. અને તે દરેક ઉપર વિવેચન કરવા - જઈએ તો પાનાઓના પાનાઓ ભરાઈ જાય માત્ર ટુંકાણમાં ઉપર મુજબ લખ્યું છે. અત્યારે તેમના વંશમાં કાઈ નથી.
બીજા ગૃહસ્થ રા. રા. તલકચંદ માણેકચંદ શાપુરજીની પેઢીમાં ભાગીદાર હતા તેઓ પણ ધનાઢય પુરૂષ થઈ ગયા સુરતમાં તેમણે પિતાની વાડીમાં બંગલે તથા જૈન મંદિર અંધાવ્યા છે અને તે વાડીના ફુલે સુરતના ઘણુ ખરાં દેરાસરમાં અપાય છે. વાડી ઘણી વિશાળ છે. વાડીમાં એક મંદિર હતું તે તેમના સુપુત્રએ નવેસરથી બંધાવ્યું હતું તેમના સુપુત્રો ભાઈ રતનચંદ અને નાનાભાઈ હતા તેઓ પણ શેરનું તથા બેન્કનું કામ કરતા હતા અને તે ધંધામાં તેઓએ નામના સારી મેળવી હતી શેઠ ધરમચંદ ઉદેચંદ સંઘવીને નામે પ્રખ્યાત થઈ ગયા તેઓ એક ખરેખર ધર્માત્મા પુરૂષ હતા તેમની પત્ની પણ એક ધર્મ પત્નીજ હતા ધણી ધણીયાણીનું ખરૂં દેવી જેવું હતું અને સવારના પહેરમાં તેમના દર્શન કરનારને અવશ્ય ફાયદે થયા વિના રહેજ નહીં ધર્મના દરેક કાર્યોમાં તેઓ આગળ પડતું ભાગ લેતા હતા તેઓએ એકાદ બે વખત સંઘ કાઢયા હતા તેમના નામથી અત્યારે ધરમચંદ ઉદેચંદ જીર્ણોદ્ધાર ફંડ ચાલે છે. તેમના સુપુત્ર મેસર્સ લલુભાઈ, જીવણચંદ, ગુલાબચંદ, મગનભાઈ વિ. જેનકેમમાં જાણીતા છે. તેઓએ