________________
પર પણ અરબસ્તાન યુરોપ આદિ દેશમાં જઈ ઝવેરાતના ધંધાને સારી રીતે ખીલવ્યા છે. જો કે બજારની ઉથલ પાથલને લીધે તેમની આથક સ્થિતિ નરમ પડી છે. ડમસમાં તેમને એક બંગલે તથા વાડી છે. તેમાં કેટલીક ઓરડીઓ ખાસ જેનેને ઉનાળામાં હવા ખાવા આવવા સારું સેનેટેરીયમ તરીકે વાપરવા સારૂં આપવામાં આવતી હતી અને તેને ઘણાં જેનો લાભ લેતા હતા. તેમના તરફથી એજ્યુકેશન ફંડ ચાલે છે. જેમાંથી દર વર્ષે ઉંચી કેળવણું લેનાર વિદ્યાર્થીઓને સારી મદદ આપવામાં આવે છે. શેઠ નગીનચંદ કપુરચંદ તથા તેમનું કુટુંબ પણ જેને જાણીતું છે. તેમનું કુટુંબ ઘણું મોટું છે તેઓ પણ મોટા પાયા ઉપર મતીને ધધ કરતા હતા. ધર્મના દરેક કાર્યમાં આગળ પડતો ભાગ લેતા હતા. તેઓના તરફથી એક મોટા પાયા ઉપર જીવ દયા ફંડ સ્થાપવામાં આવ્યું છે. તેઓએ એક ધર્મશાળા બંધાવી છે. હાલમાં મોહનલાલજી મહારાજના ઉપાશ્રયના નામથી ઓળખાય છે. તેઓએ મેહનલાલજી જ્ઞાન ભંડારને માટે એક ખાસ એલાયદુ પથરનું મકાન બંધાવી આપ્યું છે અને તે સંસ્થાના મુખ્ય ટ્રસ્ટી પણ તેઓ છે. તેઓ તથા ધરમચંદ ઉદેચંદનું કહેબ મેહનલાલજી મહારાજના પરમભકત હતા. તથા તેમની વચન સિધિમાં તેમને સંપૂર્ણ શ્રદ્ધા હતી તેમના પ્રયાસથી કતારગામનું હાલનું દેરાસર બંધાવા પામ્યું છે.