________________
વકાચટા નાણાવટ, દેશાઈ પિળ, ગોપીપુરા વિ. લત્તાઓમાં વહેચાઈ ગએલી છે. તેમની સ્થિતિ એકંદરે સારી છે. ઘણું ખરાંએ ઝવેરાતનો ધંધે કરે છે. વસ્તી લગભગ ૩૦૦૩૫૦ માણસની હશે. દશા શ્રીમાળીની વસ્તી છાપરીયા શેરી ગોળ શેરી વિગેરેના લત્તામાં આવેલી છે. તેમની વસ્તી પણ ૩૦૦-૪૦૦ માણસની છે. સ્થિતિ સાધારણ ઠીક છે. પરવાડ કેમની વસ્તી પણ છુટી છવાઈ આવેલી છે. અને તેની વસ્તી પણ લગભગ ૩૦૦ માણસોની હશે. સ્થિતિ પણ એકંદર મધ્યમ છે. વેરા સાધુ એ પણ એક કેમ છે. તેની વસ્તી પણ લગભગ ૩૦૦ માણસની છે. ઘણે ભાગે તેમનો ધંધે ઝવેરાતનો છે. સ્થિતિ સારી છે. મારવાડી કામમાં પણ સહેજે બે વિભાગ પાડી શકાય એક તે ચેકસીને તથા વ્યાજુને ધંધો કરનાર મારવાડી ભાઈઓ તથા બીજે અનાજના વેપારીઓ તથા પરચુરણ મજુરી કરનાર મારવાડી ભાઈઓ પ્રથમ પંક્તિના મારવાડી ભાઈઓ નવાપુરા, હરીપુરા, સગરામપુરા વિ. લત્તાઓમાં રહે છે. તથા બીજી પંક્તિના ગેપીપુરાના લત્તામાં રહે છે. બંને મળીને લગભગ ૫૦૦ માણસોની વસ્તી હશે પ્રથમ પંક્તિના ભાઈઓની તથા બીજી પંક્તિમાં અનાજના વેપારીઓની સ્થિતિ ઘણી સારી છે. પરંતુ મજુરી કરનાર મારવાડી ભાઈઓની સ્થિતિ ઘણીજ સાધારણ છે. કાઠીયાવાડી કેમ કાઠીયાવાડથી ધંધા તથા નોકરીને અર્થે આવેલી છે. તેમની વસ્તી પણ લગભગ