________________
લાવવા માટે તું રંગાવવાનું કામ હાલના વહીવટ આજથી ૧૩–૧૪ વર્ષ પર હાથ ધર્યું હતું. રંગસહમાંના પૂર્વ દિશાના દ્વાર પાસેના એક સ્તંભ રંગવા માટે જયપુર, પુજા વગેરેથી ચુનંદા રંગના કારીગરો રોજના રૂા. છના મજુરી ભાવથી બોલાવ્યા હતા, અને એક સ્તંભનું રંગ કામ પૂરું થતાં લગભગ રૂ. ૧૧૦૦) ખર્ચ થયો હતે. પણ બીજે જ વરસથી એ થાંભલાનું રંગકામ ઝાંખું પડવા માંડયું હોવાથી વધુ કામ અટકાવી દીધું. આજે પણ વર્તમાન રંગ કલાના નમૂના રૂપ એ સ્તંભ ત્યાં ઉભે છે. અને તેની પાસે જ પ્રાચીન રંગકલાને સ્તંભ તેની એસ૨તી અને આથમતી અવસ્થામાં પણ તેને પડકાર આપતું ઉો છે. કલાકાર એ બંનેનું સામ્ય આજે પણ કરી શકે તેમ છે. કાતર કામની વધુ સાચવણી માટે ઝુમ્મરો કાયમ રહેવા દઈને વીજળીની બત્તી દાખલ નહી કરવાનું કાર્ય પ્રશંસનીય છે. પ્રાચીન કલાના ધામમાં ઝુમ્મરોમાંથી પ્રતિ. બિંબિત થતે અને ચળાઈ આવતે પ્રકાશ કેટલે આફ્લાદદાયી થતું હશે! દર મહીનાની સુદ પ્રતિપદાએ આંગી પૂજા વખતે આ દહેરાનું દ્રશ્ય દર્શનીય થઈ પડે છે.
આશરે ચાર દાયકા પર સુરતમાં આ દેરાસરનું સુખહનું Model બનાવી લંડનના મ્યુઝિયમમાં મોકલવામાં આવ્યું હતું. એની કિંમત રૂા. ૩૬૦૦૦ થઈ હતી. એક દાયકા પર કેટલાક યુરોપીયન દેરાસરના ગભારાની વળી