________________
શ્રી શાંતિનાથ, મી અષભદેવ, શ્રી મહાવીર પ્રભુ, શ્રી અજી. તનાથ આદિને વંદના કરી, નંદીશ્વરદ્વીપને મહોત્સવ કર્યો. આદ ગુરને આદેશ લઈ પાદરા ગયા.
કચરા કાકાના શ્રી સિદ્ધાચલજીના સંઘમાં ગયા. પાછા ફરતા ભટ્ટારકશ્રીએ ઉત્તમવિજયજીને સુરત મોકલવા વિનંતિ કરી. સુરત આવતાં સામૈયું થયું, એમણે પન્નવણા સૂત્ર વાંચ્યું. બીજું ચોમાસું પણ રહ્યા. ઉપધાન, સવામિવત્સત્યાદિ થયાં. ઉત્તમ વિજયના સુરતમાં ઘણું ચોમાસા થયાં હતાં. તેઓ સંવત ૧૮૨૭માં કાલ ધર્મ પામ્યા હતા–
સંવત ૧૮૧૩-૧૪ માં શ્રી પદ્યવિજયજીએ સુરતમાં માસું કર્યું. તારાચંદ સંઘવીએ ઉપધાન વહેવરાવ્યા. સંવત ૧૮૪૯માં ફરી તેઓ સુરત પધાર્યા–પ્રેમચંદલવજી સંઘવીએ મોટું સામૈયું કર્યું. પન્નવણા સૂત્ર પુરૂં કરી મહાભાષ્યની તેઓએ વ્યાખ્યા કરી. ઉપધાને વહેવરાવ્યા. હદયસમ દીવાનને ડીજીની યાત્રાર્થે સંઘ નીકળે તેમાં પણ તેઓ શ્રી જેડાયા.
સંવત સત્તર સત્યાસીએ વરસે, સૂરજપુર ચોમાસે રે, સંઘ સકલ સેભાગી ગુરૂની, ભક્તિ કરે ઉલ્લાસે ૬ બહુ ત૫ જપ ઉપધાન વહે તિમ, માલા રોપણ કિરી આરે, -- બહુ લાભ લીએ શ્રાવક ઈણિપરે, ગુણ રયણે જે ભરી આ ૭ ભક્તિ કરે શ્રી ભગવાનજીની, ભાવ ભલે આણી રે, ચરણ કમલ ગુરૂના નિત વંદે, ધન એ સુકૃત કમાણીરે ૮