________________
એમ લખ્યું છે એટલે સુરત નામનું શહેર આગળ હતું જ નહિ અગર સુર્યપુર નામનું શહેર આગળ હતુંજ નહિ. એને એ અર્થ થાય છે. પાના ૨૭૭માં સુરતની કતંકથા નર (૧) લખી છે કે સુરજ રામજનીના નામ ઉપરથી ગેપીએ શહેર વસાવ્યું અને શહેરનું નામ રામજની સુરજના નામ ઉપરથી સુરત રાખવામાં આવ્યું અને તે સને ૧૫૨૧માં એટલે ૪૧૫ વરસ ઉપર સુરત શહેર નામે. સુરત પ્રસીદ્ધ થયું.
દંતકથા નંબ૨ (૨)માં લખ્યું છે કે રાંદેરના કોઈ જમીનદારથી સુરજ નામની છોકરીનું પેટ વધવાથી તે બાઈને તેના સગાઓએ માછીવાડમાં રાખી અને ત્યાં તેને ગોપી નામનો છોકરો થયે. તે છોકરો મોટો થયા પછી તેણે રોજગાર કરી સુરત શહેરની વસ્તી વધારી તે ઉપરથી શહેરનું નામ સુરત રાખ્યું
દંતકથા (૩)માં લખ્યું છે કે સુરેપનાં કોનસ્ટેનટનેપલ શહેરનાં બાદશાહે પોતે એક સુરતા કરીને રામજની હતી. તેને રાખી હતી. તેના પર બાદશાહની ખફા મરજી થવાથી તેને કાઢી મુકી હતી. તે સુરતા રામજનોને એજ શહેરના રૂમી નામના દાગર રાખી તેની ખબર બાદશાહને પડ. વાથી અને જણાને દેશનીકાલ કર્યા તેથી રૂમીસેદાગર સુરતા રામજનીને સાથે લઈ માલમીલકતના વહાણે ભરી સુરત તરફ આવ્યા અને મુકામ કરી વેપાર કર્યો તેથી