________________
ગુરૂપ્રવેશ મહત્સવ જીસૈખ્યસૂરિ -આચાર્ય ખરતરગચમાં થયેલા જનચંદ્રસૂરિના શિષ્ય તથા જીનભકિતસૂરિના ગુરૂ હતા. તેમને જન્મ વિક્રમ સંવત ૧૭૩૯માં, દીક્ષા ૧૭૫૧માં, સૂરિપદ ૧૭૬૩માં, અને સ્વર્ગમન ૧૭૮૦માં: આ આચાર્યો જ્યારે સુરતમાં પ્રવેશ કર્યો હતો ત્યારે ત્યાંના રહીશ ચેપડાગોત્રના પારેખ સ્વામીદાસે અગીયાર હજાર રૂપીબા ખરચીને કર્યો હતે. આજના કાલમાં ગુરૂપ્રવેશ મહોત્સવ સામાન્ય રીતે થાય છે તેમાં કેઈપણ રીતે આશ્ચર્ય પામવાનું નથી કારણ કે આ પ્રથા પ્રાચીન પ્રચલિત છે. (બીજી જગ્યાએ પદને મહત્સવ લખે છે.)
સુરતમાં ચમત્કારી શ્રી પાર્શ્વનાથજીની અદભુત પ્રતિમાં સુરતના પીપુરામાં દેવસુરગચ્છના પ્રાચીન શ્રી ધર્મનાથજીના મંદિરમાં, નીચે ભયરામાં અતિ ચમત્કારી પ્રતિમાજી છે, જે સુરતમંડન, સુરજમંડન અગર સૂર્યપુરમંડન તરીકે મશહુર છે. તે પ્રતિમાજી સંપ્રતિ મહારાજના ભરાવેલા કહેવાય છે. આ પ્રતિમા સન્મુખ રાજસાગરમુનિએ શાંતિદાસ શેઠને માટે ચિંતામણ મંત્રની આરાધના કરી હતી. જેનું વર્ણન નીચે મુજબ છે. તે શાંતિદાસ શેઠના વંશજો સુરત તેમજ અમદાવાદમાં વસે છે જેની વંશાવલી આ સાથે આપી છે.
ચિંતામણ મંત્રની સાધના સુરતમાં સુરતમંડન પાર્શ્વ