________________
ગૃહસ્થના નામથી પડેલાં છે. જેમકે -હરિ બ્રહ્મનના નામથી હરિપર, સગરામ વસી દેશાઈના નામથી સગરામપરું, અને ગેપીના નામથી પીપરૂં કેટલાક લત્તાઓ અને ભાગલે, ત્યાંના વેપાર, માર્ગ દર્શક રસ્તા અને વસવાટના નામે પણ સંબોધાય છે. જેવાં કે વડા ચૌટા જેને અર્થ
મુખ્ય ચાટું” (બજાર) એવો થાય છે: “નવસારી ભાગોળ” નામને રસ્તે સૂચવે છે કે આ માર્ગે નવસારી જવાય છે. નવીન વસાયેલું પરૂં માટે એને નવાપરા કહેવાય છે.
ઉપાધ્યાય શ્રી વિનયવિજયજી મહારાજે ઈન્દુદ્દત નામના કાવ્યમાં સુરતનું વર્ણન નીચે મુજબ આલેખ્યું છે– કાવ્ય માલા ગુચ્છક. ૧૪ નિર્ણય સાગર પ્રેસ-પ્રકાશક) “ઈન્દુ દત”
શ્રીવિનયવિજયજી ઉપાધ્યાય पोतश्रेणीपरिचयमिषात्तीरवेल्लद्विमाना मज्जद्वन्दारकवरवधूनागरै र्नागरीभिः । स्वादुस्वच्छस्फटिकरुचिराम्भो भरैरुत्तरङ्गा तापी तत्र श्रयति तटिनी स्वर्गगङ्गानुकारम् ॥८७॥
ભાવાર્થ-ત્યાં તાપી નામની સ્વર્ગ ગંગા સમાન નદી આવેલી છે. જેમ સ્વર્ગ ગંગામાં વિમાને તરતાં હોય છે તેમ (તાપી) વદી વહાણેની હાર વડે વિમાનવાળા કાંઠા જેવી લાગે છે. નાગર અને નાગરીઓ ત્યાં સ્નાન કરે છે, સ્વચ્છ, સ્વાદિષ્ટ અને સફટિક જેવા જલના તેમાં તરંગો છે. ૮૭