________________
સુરત શહેરની પ્રાચીનતાના સંબંધમાં જૈનેતરામત્ર
ધનસીંગ ઠાકરસીંગ ઠાકોરને લેખ
અત્રે રજુ કરવામાં આવે છે સુરત શહેર કેટલું પ્રાચીન છે? તેને વિષે કેટલીક દંતકથાઓ.
એ શહેર કેઈએ વસાવ્યું હતું? [લેખક:-શ્રી ધનસીંગ ઠાકરસીંગ ઠાકોર]
(મુંબઈ સમાચાર, તા. ર૭-૬-૩૬ માંથી) ઈતીહાસીક લેખે ઉપરથી સુરત એક પ્રાચીન ૧૦૦૦ વરસ ઉપરનું પુરાણું શહેર જણાય છે. અને એ શહેર કયારે વસ્યું, અને કોણે વસાવ્યું તે વિષે કંઈ ચોક્કસ હકીકત ઇતીહાસમાં મળી આવતી નથી. સુરતના કવી નર્મદાશંકરે નર્મગદ્યમાં સુરતને ઈતીહાસ લખ્યા છે, તેમાં સુરત શહેર અમદાવાદના બાદશાહના વખતમાં ઈસ્વીસન ૧૫૨૧ એટલે ૪૧૫ વરસ ઉપર સુરત શહેર નામે પ્રસિદ્ધ થયું છે. અને તે અગાઉ માછીવાડ હતું. તેનું નામ રામજની સુરજનાં નામ ઉપરથી સુરત રાખવામાં આવ્યું છે એમ લખ્યું છે. તે તે વિષે નીચેના બે ઈતીહાસીક લેખ લખ્યા છે. તે બે લેખે પૈકી કયે લેખ ખારે છે તે વિષે કોઈ ગુજરાતને ઇતીહાસ જાણનારા સાક્ષરો ખુલાસો કરશે તે, સુરતની પ્રાચીનતા વિષે અજવાળું પડવાનો સંભવ છે.