________________
પ્રકરણ રજું સુરતની પ્રાચીનતા નામવિધાન
આ એતિહાસિક પ્રસંગે સુરતને સંસ્કૃતમાં સૂર્યપુર કહેલ છે. અપભ્રંશ સૂરજપુર પણ કહે છે. “સુરત એ નામના સંબંધમાં ઘણું હકીકતો મળે છે જેમાંની બે મુખ્ય છે. રાંદેરના નવાબે સુરજ નામની ઉપ પત્ની (૨ખાત) રાખી હતી જેની યાદગીરીમાં આ શહેર વસાવવામાં આવ્યું–પછી “સુરજમાંથી “સુરત”. આ એક હકીકતઃ હવે બીજી હકીકત–તુર્કસ્તાનના સુલતાન તાપી કિનારે રહેતા હતા એ સુલતાનની બેગમનું નામ સુરતા હતું. આ આધારે પણ આશહેરનું નામ સુરત થયું હાય. ઐતિહાસિક સાધનથી ભૂલ નામ કર્યું હશે તે સિદ્ધ થઈ શકતું નથી. ઈ. સ. ૯૯૦માં અણહીલવાડના રાજાનું લશ્કર લાડવા સરદાર પર ચઢી ગયું તે વખતે સૂર્યપુર રહીને ગયું હતું એમ નેંધાયેલું છે. તે ઉપરથી આ શહેર સુર્યપુર નામે પ્રચલિત હતું.
એ. બી. રેનલ લખે છે કે-૧૩મી સદીની શરૂઆત સુધી સુરત નાના ગામડાથી વધારે મોટું નહોતું” ઈ. સ. ૧૨૦૫માં સુરતનું અસ્તિત્વ હતું. મુસ્લીમ તવારીખ લખનારાઓ જણાવે છે કે-મહમદ શાહબુદ્દીન પાદશાહને સરકાર, રાજા ભીમદેવને હરાવ્યા બાદ ઈ. . ૧૨૦૫ (ગાશ)માં રાંદેર અને સુરત સુધી ગયે હતે.”