________________
etmemes USURIS છે બે બોલ
Nemuning હારા પૂજ્ય પિતાજી સ્થાપિત શ્રી જૈન સાહિત્ય ફંડ તરફથી સૂર્યપુરને સુવર્ણયુગ યાને સુરતને જૈન ઈતિહાસ પ્રકાશન કરતા અત્યંત આનંદ થાય છે.
શ્રીયુત કેશરીચંદ હીરાચંદ તરફથી સંચિત કરેલ બે પુસ્તક સુરતની જોન ડીરેકટરી અને ૨, સુરત ચૈત્ય પરિપાટી બહાર પાડી ચુક્યા છે, અને તેઓની ત્રીજી કૃતિ સૂર્યપુર અનેક જેના પુસ્તક ભાંડાગાર દર્શિકા સૂચિ અમારી તરફથી બહાર પાડવામાં આવી છે, અને તેઓની આ ચેથી કૃતિ છે.
તેઓની, સુરતના જૈન સમાજની અનેકવિધ સેવાઓ જાણીતી છે, છતાં તેઓની સુરતની સેવાઓને જાહેર લાવવાની તમન્ના ગજબ હતી, જે યતકિંચિત સ્વરૂપે તેઓએ પોતાની આગળની બે કૃતિઓ-સુરતની જૈન ડીરેકટરી અને સુરત ચૈત્ય પરિપાટી નામના ગ્રંથોમાં જગાવી છે. બાદ તેઓએ આ કૃતિમાં તો સુરતને લગતુ ઘણુ નવું સાહિત્ય બહાર પાડયું છે. આ ક્ષેત્ર અણખેડાયેલું હતું, જેમાં તેઓએ પ્રથમ ચંચું પ્રવેશ કર્યો છે એમ કહીએ તો અસ્થાને નથી. બીજા સંશોધકે આ ક્ષેત્રમાં પ્રવેશી નવી વિશેષ વાનગી સમાજને પિરસશે એવી ભાવના છે.
ઈતિહાસ પ્રેમીઓને અને સંશોધકોને આ સુવર્ણયુગ નામનું પુસ્તક જરૂર ઉપયોગી નીવડશે.