________________
સુરતમાં સ્થાનિક જેનેની વસ્તી લગભગ ચાર હજારની ધારવામાં આવે છે. સંવત ૧૯૧૧ના સેનસસના આધારે સુરત જીલ્લામાં ૯૮૨૧ જેનેની વસ્તી હતી. ગામડાઓથી ઘણા જેને આવીને સુરતમાં વસ્યા છે. તેમ ગેપીપુરાની વસ્તીને મોટે ભાગ મુંબાઈ રહે છે છતાં એકંદર પરાંઓની વસ્તીની ગણત્રીમાં ગોપીપુરામાં જેનેની વસ્તી વિશેષ ગણાય. સુરતમાં મુખ્યત્વે કરીને જુની પ્રણાલીકા મુજબ વસ્તી છે. દરેક પરાંમાં અમુક જ્ઞાતિની વસ્તી વિશેષ છે. ગોપીપુરામાં ખાસ કરીને વીસા ઓસવાળ, શ્રીમાળી, પિરવાડની વસ્તી છે. નવાપુરા અને સગરાપુરામાં મારવાડીભાઈઓની, હરિપુરામાં લાડવા શ્રીમાળીભાઈઓની, છાપરી આ શેરીમાં શ્રીમાળીભાઈઓની, વડોચોટામાં શ્રીમાળી અને દશાઓસવાળભાઈએની વસ્તી છે. વેપારના તથા અન્ય કારણે અન્ય જ્ઞાતિએના પણ છુટા છવાયા ઘરો છે.
દરેક સંસ્થાની ઉત્પત્તિ પ્રાય: તેજ લતાની હોય છે, અને વહીવટ પણ ત્યાં જ હોય છે, તે લતાને જ હોય છે.
સંસ્થાઓમાં અથવા વહીવટ અમલમાં સાર્વજનિક ભાવના જોવામાં આવતી નથી એ દુઃખદ બીના છે.