________________
પચાસ વર્ષ પૂર્વે જનસેવામાં જેને એ ઓછો ફાળે આપે હતું એમ કહેવું એ મૂખાઈ છે કારણ કે પિતાના ગચ્છના વાડામાં અઢળક ધન ખર્ચવા છતાં સાર્વજનિક કાર્યોમાં સહકાર આપવામાં જેને પશ્ચત નહતા. અનેક ૨લો, આગે, કુષ્કા, વગેરે વગેરે આફતમાં જેને સારી મદદ કરી છે જેને ઉલેખ ઈતિહાસકારોએ પણ કર્યો છે, એ મદદ કરનારાઓમાં ભણશાલીજી, ત્રિવેદી, ન્યાલચંદ કાકા, વીરજી વેરા વગેરે મુખ્ય હતા.
આજે તે અનેક જૈનેતર મિત્ર જેનેની ઉદારતાની મુક્ત કંઠે પ્રશંસા કરે છે અને કહે છે કે આજે જેને સાર્વજનિક કાર્યોમાં યથાશકિત મદદ કરી રહ્યા છે તે પ્રશં. સનીય છે કારણ કે ઘણી સાર્વજનિક સંસ્થાઓના પ્રેરક તથા ઉત્પાદકે જેને છે, સાર્વજનિક સંસ્થાઓમાં નીચેની મુખ્ય છે.
પાંજરાપોલ, જીવદયા ફંડ, મુંગા પ્રાણી પર ગુંજરતું ઘાતકીપણું અટકાવનાર ધન્યૌરી મંડળી, નગીનચંદ ઝવેરચંદ ઈન્સ્ટીટયુટ (ટાઉન હોલ), નેમચંદ મેલાપચંદ ઈન્ટટીટયુટ, નવલચંદ હેમચંદ દેશી વિધાલય, મગનલાલ ધનજીભાઈ દવાખાનું, શેઠ પ્રેમચંદ રાયચંદ કન્યાશાળા, શેઠ પ્રેમચંદ રાયચંદ ધર્મશાલા વગેરે વગેરે -
વલી સુરતના નગરશેઠ જૈન છે અને તેઓની ચાલુ જનસેવા પણ પ્રશંસનીય છે.