________________
ઉત્પત્તિ તે એમનાથીજ ! આ ક્ષેત્રમાં ખાસ ખંતથી પ્રયાસ થાય તે સારા પ્રકાશ પાડી શકાય એમ હદયે કબુલવું. પ્રેરણા, સંક૯૫, તથા યથાશય પ્રયનનું જ આ યત્કિચિત પરિણામ!
સૂર્યપુર સુવર્ણયુગ વાસ્તવિક ત્યા સંવત ૧૯૩૫થી ગણી શકાય. વડીલો કહે છે કે સમવસરણની રચના બાદ
પીપુરાને ઉદય થયો છે. આ રચના શેઠ નેમચંદ મેલાપચંદની વાડીના ઉપાશ્રયમાં શ્રી રત્નસાગરજી મહારાજ શ્રીના અધ્યક્ષપણે થઈ હતી. આચાર્ય શ્રી સિદ્ધિસૂરિજી તે સમયે તેમની પાસે અભ્યાસાથે રહ્યા હતા.
સુરતમાં (આ ક્ષેત્રમાં) આચાર્ય શ્રી સિદ્ધિસૂરિજી, મુનિ મહારાજ શ્રી મેહનલાલજી અને આચાર્યદેવ શ્રી આનંદસાગરસૂરીશ્વરજીને અનહદ ઉપકાર છે. કારણ કે તેઓનાજ ઉપદેશથી અત્રે અનેક શુભ કાર્યો થયા છે અને અનેક પારમાર્થિક સંસ્થાઓની ઉત્પત્તિ થઈ છે.
જેનેતર ઈતિહાસકારોએ શેઠ પ્રેમચંદ રાયચંદને પ્રથમ સાર્વજનિક સખાવત કરનાર જેન ગૃહસ્થ તરીકે વર્ણવ્યા -- છે. સામાન્ય રીતે તે કથન વ્યાજબી ગણાય, કારણ કે પચાસ વર્ષ પૂર્વેને ઇતિહાસ તપાસવામાં આવે તે ગચછવાદી ઉપાશ્રય, ગ છવાદી મંદિર અને ગછવાદી જ્ઞાન ભંડારો મુખ્યત્વે હતા. આજે પણ ગચછવાદી (પર્યુષણના) જમણવારો ચાલુ છે. વળી જેનેએ મુખ્યતયા