________________
૭૮
સુરતને જેને ઈતિહાસ.
શાહ કુંવરજી કાનજી, શાહ સભાચંદ કચરા, શા નાહના વીરજી, શા ધનજી નાહના, શાહ ગલાલ રૂપા, સુરચંદ વીરચંદ, માંકા જેતસી. સેમચંદ દીપચંદ, શાહ તારાચંદ, શાહ ઝવેર છનીઆ, શાહ અમીચંદ સંઘજી, ગાંધી વીરજી રહીયા, ગાંધી જીવણ, લાડુવા શ્રીમાલીમાં શાહ મેતીચંદ ગણેશ ઇત્યાદિ હતા. કલ્યાણ સાગરને સૂરિપદ અપાયું તે વાત તેના રાસમાં (જેન ઐ. ગુ. કાવ્યસંચય પૃ. ૨૫૮ માં) જણાવી છે:સંવત સતર અઠયાસીએ રે કાંઈ વિજયદશમી ગુરૂવાર સૂરતિ સંધ ઉમાહીઓરે, લેક તણે નહી પાર. વગેરે.
૧૧૪. આ સમય લગભગ મૂળ પાટણના વતની અને સુરતમાં આવી રહેલા કચરા કીકાએ દેવચંદ્રજીને કહ્યું કે પુષ્પગે થયેલ લક્ષ્મીને ઉપયોગ યાત્રા કરવામાં કરવા મારથ થયો છે તે કોઈ શાસ્ત્રાભાસી પુરૂષને સાથે આપે છે તે સફલ થાય; એટલે તેમણે પોતાની પાસે અભ્યાસ કરતા પુંજકુમાર (પછીથી દીક્ષિત થયેલ મુનિ ઉત્તમવિજય) ને આપો. કચરાશાહે હર્ષિત થઈ સમેતશિખર યાત્રાર્થે જવા તૈયારી કરી. શુભ લગ્ન જહાજમાં બેસી કલીકેટ આવી પાર્થપ્રભુનાં દર્શન કરી ત્યાંથી મગજુદાબાદ આવી જેન ચેત્યોનાં દર્શન કરી અનુક્રમે શિખરજી આવી તલેટીમાં વાસ કર્યો. ત્યાં ગામ ધણુને શિખરજી ઉપર ચડવાને હુકમ નહે. પુંજકુમારને દિવ્ય સ્વપ્ન આવ્યું ને પ્રભાતે અંતરાય વગર કચરાશાહને લઈ સુખેથી યાત્રા કરી. ત્યાંથી રાજગૃહ, ચંપા, બ્રાહ્મણ ક્ષત્રિયકુંડ, પાવાપુરી, મથુરા, કાશી, આગ્રા, પટણા, મેડતા, ગુજરાતનું પાટણ આવ્યા.