________________
અંતિમ વક્તવ્ય.
૯ અંતિમ વક્તવ્ય. ૨૧૨. ઉપલબ્ધ સામગ્રીમાંથી બની શકે તેટલી ચીવટ અને મહેનત લઈને મેં સુરત–સૂર્યપુર સંબંધી હકીકત એકઠી કરી મૂકી છે, અને હજુ નહિ તપસાયેલા ઘણા ભંડાર છે તેની ખોજતપાસ થયે ઘણી બીનાઓ સુરત સંબંધે મળી શકશે, અને પ્રકાશિત ગ્રંથો વગેરેમાંથી નજરે નહિ ચડેલી ઘણીયે હકીકતો હશે તે હવે પછી કાઈ ખો બહાર પાડશે એમ ઈચ્છું છું. સૂર્યપુર એ નામ ઝીઝુવાડાને પણ અપાયું છે તે ધ્યાનમાં લેવાનું છે.
૨૧૩ આ પુસ્તકનાં બે નામ આપેલાં છે. પ્રથમ નામ “સૂર્યપુરને સુવર્ણયુગ” વાંચતાં સુરતવાસી પ્રસિદ્ધ કવિ નર્મદાશંકરે ‘સુરત સૂનાની મૂરત” એમ કહી સુરતને આપેલી યથાર્થ અને શોભીતી ઉપમા યાદ આવે છે; “સુરત સારૂં શહેર, મુંબઈ અલબેલી” એ લેક-ગીતમાં સુરતને સુંદર જણાવ્યું છે. ખરે! સુરત એક ઐતિહાસિક નગર છે અને તેની પૂર્વની જાહેજલાલી જોતાં તેને “સુવર્ણમૂર્તિ” અને “સુન્દર નગરી” કહેવામાં આવેલું તે બંધબેસતું હતું. મગલરાજ્યનું મુખ્ય બંદર સુરત હતું. ત્યાં મોગલ કાફલો રહેતો અને તે મક્કાનું દ્વાર કહેવાતું. સુરતમાં વહાણ બાંધવાને ઉદ્યોગ પણ સારો હતો અને બાંધનારા કસબી હતા. તેના સુવર્ણયુગથી મહી મરાઠા પતિશ્રી શિવાજીએ તેને બે વખત લૂંટયું હતું, તે લૂંટો જબરદસ્ત હતી છતાં તેની સ્મૃદ્ધિ બહુ મળી નહતી પડી, પણ સુરતને બંદરી વ્યાપાર મુંબઈ બંદર થયું ત્યારથી તૂટવા લાગ્યો, પાણીની રેલે આવી, આગો ખૂબ લાગી, એટલે જે દશાને