________________
આટલો રસ લે છે અને શ્રમ ઉઠાવે છે તે ઘણુંજ પ્રશંસનીય છે. જુના ગુજરાતી સાહિત્યની રચના-સંગ્રહ અને સાચવણને યશ મુખ્યત્વે જેનેજ ઘટે છે. તેઓ જે. અત્યારે તેના સંશોધનમાં રસ લે અને યથાશકિત પ્રયત્ન કરે અથવા તેમાં રસ લેનાર તેમજ પ્રયત્ન કરનારને ઉતેજન આપી બનતી સહાય–સગવડ આપે તે જરૂર તેમણે, સાર્વજનિક સેવા કરી ગણાય.
પછીનાં પ્રકરણમાં સૂરતના સંઘે સૂરતમાં તેમજ બહાર જિનબિંબ ભરાવ્યાની જિનચૈત્યની પ્રતિષ્ઠાની સંઘયાત્રા તથા પુસ્તકાલયે અને સાર્વજનિક સંસ્થાઓ સ્થા
પ્યાની હકીકત છે. નવમા પ્રકરણમાં સૂરતના દાનવીરની નામાવલિ તથા તેમની સખાવતના નિર્દેશ છે તે વાંચીને સહેજે મન પ્રકુલિત બને છે અને સાથે એમ પણ થાય છે કે જેને શ્રીમંતેને દાન પ્રવાહ સંકુચિત દષ્ટિવાળે નથી તે પણ જોઈએ તેટલી વિશાળ દ્રષ્ટિવાળે પણ નથી. જેનધર્મની વિશિષ્ટતા સમભાવમાં છે તે લક્ષમાં રાખીને વધારે ઉદારતાથી સાર્વજનિક સંસ્થાઓને મદદ કરવામાં આવે તે ઈચ્છવા યોગ્ય છે. અંતમાં સંચયકાર લગભગ વીસ જેટલી સંસ્થાઓ તથા ઉપાશ્રયે અને ચૈત્યને ઉલ્લેખ કર્યો છે એ બધાનું વિસ્તૃત વર્ણન તેમનાજ બીજા એ ગ્રંથ “સૂરતની જેન ડીરેકટરી” તથા “સૂરત ચૈત્ય પસ્પિાટીમાં મળે છે. ઉપરાંત શ્રી પ્રેમવિજયજીને વાસુ