________________
પરિચય
શ્રીયુત કેસરીચંદ હીરાચંદ ઝવેરીના આગ્રહથી પ્રસ્તુત ગ્રંથ વિષે પરિચય લખતાં મને અત્યંત આનંદ થાય છે કારણ કે સૂરતની એમ. ટી. બી. કોલેજના અધ્યાપક તરીકે ત્યાંના મારા પાંચ વરસના વસવાટ દરમ્યાન મને સૂરત વિષે કાંઈક જાણવાનું તેમજ જેવાનું મળ્યું છે. એ પાંચ વરસમાં ભાઈ કેસરીચંદ ઝવેરીને પણ એક સાહિત્યોપાસક તરીકે સારો એવે પરિચય થયો છે. તેમણે આ પહેલાં પણ બીજા બે એક ગ્રંથનું પ્રકાશન કરીને તેમની સાહિત્ય પ્રિયતા બતાવી છે, તેમજ કેવળ જૈન તરીકે નહિ પણ સુરતના એક નાગરિક તરીકે તેના પ્રાચીન અને યશસ્વી ઇતિહાસનું યથાશકિત સંશોધન કરીને પિતાની ફરજ બજાવી છે. ઈતિહાસ રસિકને બને તેટલી સામગ્રી પૂરી પાડવાને તેમણે આ ગ્રંથમાં પ્રયત્ન કર્યો છે તે સ્તુત્ય છે.
આખા પુસ્તકમાં કુલ સેલ પ્રકરણે છે. પ્રથમ પ્રકરણમાં વર્તમાન સૂરતનું વર્ણન આપીને ભૂતકાળમાં તેનું સ્વરૂપ કેવું હતું તેને સુંદર ખ્યાલ ઉપાધ્યાય શ્રી વિનયવિજયજી મહારાજના રચેલા ઇન્દ્રત નામના કાવ્યમાંથી