________________
પ્રસ્તાવના
સૂર્યપુરના સુવર્ણ યુગને આલેખતા પુસ્તકને પ્રસ્તા વનાની આવશ્યકતા ખરી? “પુસ્તકનું નામજ તેના સ્વરૂપને દર્શાવે છે તે પછી પ્રસ્તાવના શા માટે?” એમ પણ પ્રશ્ન થાય: જે પુસ્તક સૂર્યપુરના સુવર્ણયુગને વિસ્તારથી દશાવે. તત્સંબંધ સંક્ષીપ્ત રૂપરેખા જાણવાની વાંચકવૃંદની જિજ્ઞાસા સંતેષવા, પ્રસ્તાવના પરમ આવશ્યક એ પણ નિર્વિવાદ ! સમુચિત ઉદ્દેશાનુસાર પ્રચલિત પ્રથાનું પાલન એજ લેખક, સંગ્રાહક કે પ્રકાશક તમામનું કર્તવ્ય ! '
હારા અપવાંચન, યથાશકય સંશોધન તથા સ્વાભાવિક આ દિશામાં જિજ્ઞાસાવૃત્તિથી જે સ્વરૂપે જે કાંઈ જાણવામાં આવેલ છે તે સ્વરૂપે તે તે તમામ હકીક્તને સમાવેશ આ પુસ્તકમાં કરવામાં આવ્યું છે.
સુરતના જેનેએ સમાજના અગ્યુદયાળે કયા કયા પ્રશસ્ત પુણ્ય કાર્યો કર્યા છે તે જાણવાની તીવ્ર જિજ્ઞાસા મને સંવત ૧૯૮૧માં ઉદ્ભવી. કેટલાક પુસ્તકો વાંચતાં મને એમ લાગ્યું કે લેખકોએ આમાં સુરતની સંસ્થાઓ તથા હકીકત સંબંધમાં ઘણે સામાન્ય ઉલ્લેખ કર્યો હોઈ, એને અંગે વધુ પ્રયત્ન આવશ્યક છે. સામાન્ય ઉલે ખાવાળું વાંચન તથા તેના લેખકોને આભાર જરૂર કેમકે પ્રેરણાની.