________________
પૂજય સ્વામીના દેરાસરના વર્ણનને રાસ શ્રી શીલવિજયજીનું સંવત ૧૭૨૧ થી ૧૭૩૮ નું સુરતની યાત્રાનું વર્ણન, શ્રી અમરવિજયજીના શ્રી સિદ્ધાચલની યાત્રાના
કો-શ્રી. મેહનલાલ દલીચંદ દેસાઈ સધિત “સૂરત હીરવિહાર સ્તવન –શ્રી ઠાકોરને સૂરતની પ્રાચીનતા વિષે લેખ તથા શ્રી ત્રિવેદીને “સૂરતનું એક કલામંદિર-ચિંતામણિનું જૈન દેરાસર” નામક લેખ આપી આ સંચયને ઠીક ઠીક સમૃદ્ધ બનાવ્યું છે.
સૂરતને–અમદાવાદ-પાટણને કે સારાય ગુજરાતને ઈતિહાસ જૈનોના ઈતિહાસ વિના અધુરાજ રહે. સ્થાપત્યસાહિત્ય તેમજ સમાજના ઘડતરમાં અને રાજ્યદ્વારી બાબતેમાં પણ જેનોને ફાળે ઘણેજ કિમતિ છે તે દરેક વિદ્વાન કબુલ કરે છે. શ્રી હેમચંદ્રાચાર્ય મહારાજ કુમારપાલ-વિમલમંત્રી વસ્તુપાલ-તેજપાલ–શીલગુણસુરી અને વનરાજ વગેરેના સમયમાં જેની જાહેરજલાલી કેટલી હતી તેની નેંધ ઘણા ગ્રંથમાં મળી આવે છે પણ અમૂક-અચૂક શહેરની આબાદી વગેરેની વાતે તે મુખ્યત્વે જુના રાયા. એમાંજ મળે છે. “સૂરતને જૈન ઇતિહાસ પણ તેવા શસાઓમાંથી ખાસ કરીને ગુંથી કાઢવામાં આવ્યો છે. આપણામાંના ઘણા ખરા રામ કે પેરીસ વિષે જાણતા હોય તેટલું પિતાનાજ શહેર કે ગામ વિષે જાણતા હતા નથી