________________
અંતિમ વક્તવ્ય.
૧૨૫
તરીકે અહમદાવાદ અને ખંભાત વિષે રા. રત્નમણિરાવના અભ્યાસપ્રધાન ગ્રંશે હમણું પ્રગટ થયા. રા. દેવશંકર વૈકુંઠજી ભટ્ટ કૃત સિહોરની હકીકત' નામના પુસ્તકમાં ભૂગોલ, વ્યાપાર ઉદ્યોગ, સ્થાનો ને દંતકથાઓ વગેરે બાજુઓ બતાવી વર્તમાન સિહોરનો સર્વાગી પરિચય કરવામાં આવ્યો છે. આજ મિસાલે અન્ય પુરાતન સ્થલેનો ઇતિહાસ પણ ઉકેલાય એ ઈષ્ટ છે. - ૨૧૮. ઉપર ગણાવેલાં તેમજ બીજા સ્થાને જૈન ઇતિહાસ જેન ઐતિહાસિક કૃતિઓ–શિલાલેખ, ધાતુલેખ, વિજ્ઞપ્તિપ, એ. રાસ-સ્વાધ્યાય-સ્તવન, કર્તા-પ્રશસ્તિઓ, લેખક-પુપિકા, પદાવલીઓ, તીર્થ માલાઓ, ચય-પરિપાટીઓ, પ્રબંધો, આચાર્ય મુનિઓના નિર્વાણ-રાસ વગેરે પરથી ઘણું વિપુલ પ્રમાણમાં સંગઠિત થઈ શકે તેમ છે, અને બહુશ: તત્કાલીન સમયની કૃતિઓ મળવાથી આધારભૂત હકીકતો ઉપલબ્ધ થાય છે. ગુજરાતનું એક પણ નગર નથી કે જ્યાં જેનેની વસ્તી ન હોય, જ્યાં તેઓનાં દેવાશ્રય (દેરાસર) અને ગુરૂ માટે ઉપાશ્રય ન હય, વળી જ્યાં પાંજરાપોળ ન હોય. ઘણે સ્થળે તે હસ્તલિખિત પ્રતોનાં ભંડારો વિદ્યમાન છે. આ સર્વે પરથી કોઈપણ અભ્યાસી શુદ્ધ સ્વરૂપમાં
ઐતિહાસિક સામગ્રી લેખબદ્ધ કરી તે પરથી સમગ્ર ક્રમિક ઈતિહાસ તે તે શહેરની સ્થાપનાથી તે અત્યાર સુધી શૃંખલાબદ્ધ લખી શકે તેમ છે. સુરત કરતાં પણ વિશેષ પ્રાચીન એવા જૂનાગઢ, પાલીતાણા, દ્વારામતી (દ્વારકા), વલ્લભીપુર (વળા), ખંભાત, ભરૂચ આદિ સ્થળો છે કે જેના સંબંધમાં ઘણું ઘણું એકઠું કરી શકાય ને તે પરથી તે તેનો સંક્ષિપ્ત પણ રસભર્યો જેન ઇતિહાસ રચી શકાય.