________________
અંતિમ વક્તવ્ય.
૧૨૩
કાંઈક ઈતિહાસ જેવું હોવું જોઈએ; પણ ખરી રીતે ઇતિહાસ કહેવા કરતાં તેમાં જેને ઈતિહાસનાં સાધનો છે, અને તે સાધન તેમજ અન્ય સાધનોથી મેં ઉપરની કમિક જેન અતિહાસિક બીનાઓ સાંકળીને વર્ષાનુક્રમે આપેલી છે.
૨૧૫. ઇતિહાસ પ્રજાજીવન ઘડે છે; પ્રજામાં ચેતના અને ભાવનાના પુવારા કરાવે છે. સંચયકાર ઝવેરી કેશરીચંદની માતૃભૂમિ સુરત છે; વનની કમભૂમિશ્ચ સ્થાપિ જરીયસી–જનની અને જન્મભૂમિ સ્વર્ગથી પણ મહતી-મોટી છે એ સૂત્રના પાઠ પ્રમાણે તે ભાઈશ્રી પિતાની જન્મભૂમિ પ્રત્યે પ્રેમથી પ્રેરાઈ તેને લગતે જે જેન ઈતિહાસ જૂદા જૂદા ગ્રંથે લેખો વગેરેમાંથી સાંપડે તે એકઠા કરીને મૂક્યો છે. જેમ જેમ તેના સંબંધી હકીકત મળતી ગઈ તેમ તેમ તે પ્રેસવાળાને આપતા ગયા ને છપાવતા ગયા, તેથી કાલક્રમ વ્યવસ્થા અને લેખનશંખલા રહી નથી એટલું જ નહિ પણ ભાષાની અશુદ્ધિ અને પાઠ સંવત નામો વગેરેની ભ્રષ્ટતા એટલી બધી છે કે તેનું શુદ્ધિપત્રક અતિ મોટું થાય તેમ છે, અને તેથી તે પર આધાર રાખતાં બહુ સાવચેતી–સાવધતા રાખવાની છે–ભૂલ પ્રમાણુ પર પ્રથમ દષ્ટિ નાંખ્યા વગર છૂટકો નથી; છતાં કેશરીચંદ ઝવેરીએ પેતાને જે જે સાધનો મળતાં ગયાં, જે જે સૂચવાતાં ગયાં તે તે એકઠાં કરી પુસ્તકાકારે છપાવીને પિતાના વતન પ્રત્યેનો પ્રેમ પ્રકટ કર્યો છે.
૨૧૬. પ્રાંતનો ઈતિહાસ તે તેનાં શહેરેને ઈતિહાસ. સુરત એ ગુજરાત પ્રાંતનું એક શહેર, તેથી સુરતને ઇતિહાસ તે ગુજરાત પ્રાંતના ઇતિહાસનું એક અંગ. ગુજરાતનાં બધાં નગરને ઈતિહાસ .