________________
૧૨૬
સુરતને જેન ઈતિહાસ. ૨૧૯. ગૂજરાતમાં જૈન તીર્થસ્થળો-શત્રુંજય ગિરિનાર, વગેરે પ્રસિદ્ધ છે. તેનો પણ ઇતિહાસ તે એક બાજુ રહ્યો, પણ પરિચય-પુસ્તિકા જેવું પણ દુર્ભાગ્ય મળી શકતું નથી. યુરોપમાં ઐતિહાસિક નગરોની, પાટનગરની, મેટાં શહેરની “ગાઈડ” (પરિચય પુસ્તિકાઓ) સહેલાઈથી મળી શકે છે કે જેમાં જોવા લાયક સ્થાનનાં ચિત્રો તથા વર્ણન તેમજ વિવિધ માહિતી આપેલી હેય છે તે કોઈ પણ મુસાફર કે અજાણ્યાને અતિ માર્ગર્શક થઈ પડે છે તથા પિતાની ટુંક મુલાકાતમાં આખા નગરમાં કઈ ભમિયાની મદદ વગર જેવા જેવાં સ્થળો જોઈ શકે છે. આપણી આણંદજી કલ્યાણજીની તથા તેની બીજી પેઢીએ પિતાની હસ્તકનાં તીર્થોને–પ્રાચીન દેરાસરો વગેરેને ઇતિહાસ સચિત્ર બહાર પાડે અને દરેક શહેરને કઈ વતનપ્રેમી જૈન શ્રીમંત ને વિદ્વાન મળી પિતાના શહેર સંબંધી ઐતિહાસિક હકીકત પ્રકાશન માટે શ્રમ ઉઠાવે તે પ્રવાસીઓને ઉપયોગી થાય એટલું જ નહિ પણ પુરાતત્તાપ્રેમી પાઠકને પણ રસદાયી નીવડે.
૨૨૦. આપણે સાધુઓ આચારે સતત વિહારી હાઈ કોઈપણ પ્રાંતના ગામેગામમાં ફરે છે-ફરી શકે છે, અને તેવા પરિભ્રમણમાં પિતાના પ્રવાસ-કાલમાં ઐતિહાસિક વિગતે લોકે પાસેથી તેમજ શિલાલેખે, ધાતુપ્રતિમા–લેખે, વગેરે પરથી ભેગી કરી શકે તેમ છે. આબુના તીર્થસ્થાન સંબંધી પૂજ્ય મુનિ મહારાજશ્રી જયંતવિજયજીએ ઐતિહાસિક પ્રમાણ વગેરેથી પુષ્ટ ઘણુ વિગતે મેળવીને આબ” એ નામથી ગૂજરાતીમાં અને હિંદીમાં પુસ્તક લખીને બહાર પડાવ્યાં છે તેમજ ત્યાંના શિલાલે તે તીર્થ પર મહિનાઓ થયાં રહીને