________________
૮૨
સુરતને જૈન ઇતિહાસ,
કુમારના સ્થળે ચંદનાદિથી અગ્નિસંસ્કાર થયો અને સંધે ત્યાં તેમનાં પગલાંને સ્થભ કરાવ્યો.
૧૨૩. પછી ખુશાલશાહે શત્રુંજયને સંધ કાઢવા નિશ્ચય કર્યો અને ઉદયસાગરસૂરિને સાથે પધારવાની વિનંતિ કરી મંત્રી ગેડીદાસ, તેમના બંધુ જીવણ અને ધર્મચંદશાહ પણ સંઘમાં સામેલ થયા. નરનારીને મોટો સમૂહ સંઘમાં સાથે ચાલ્યો. શત્રુંજય આવી સંઘે યાત્રા કરી. અહીં વિદ્યાસાગરસૂરિનાં પગલાંની સ્થાપના કરી અને સંઘે ઘણું દ્રવ્ય ખર્ચાને યાત્રાને આનંદ મેળવ્યા. પાલીતાણામાં સરિના ઉપદેશથી એક ઉપાશ્રય પિતાના સાધુઓ માટે થયે. પ્રતિમાને નિષેધક સાથે વાદ કરી પ્રતિમાપૂજક કર્યો. સંઘે પાછા ફરવાનો વિચાર
ર્યો, ને ગુરૂને સાથે પધારી આવતું ચોમાસું સુરતમાં કરવા વિનતિ કરી. ગુરૂ એને માન્ય રાખી સંધ સાથે સુરત આવ્યા ને ત્યાં ચોમાસું રહ્યા. આ વખતે બ્રાહ્મણો વાદ કરવા આવતાં તર્કશાસ્ત્રથી તેમને સમજાવ્યા. (સં. ૧૭૯૮)..
૧૨૪. આ દરમ્યાન સં. ૧૭૯૬ માં વૈ. શુ. ૧૫ બુધે પં. શ્રી ભેજવિમલ ગણિ શિષ્ય મેઘવિમલે દંડકાર સ્તબક (ગુજરાતી બાલાવબોધ) પશાગરીજી લક્ષ્મીશ્રીજી પઠનાર્થે લખ્યો (વિ. દા શા. સંગ્રહ છાણું પ્ર. ૯૯૨).
૧૨ ૫. સં. ૧૭૯૮ લગભગ તપાગચ્છીય (સત્યવિજય સંતાનીય) જિનવિજય સુરતમાં સઈદપુરમાં ચોમાસું રહ્યા હતા. '
૧૨૬. સં. ૧૭૯૯ ના ફાગણ સુદ ૧ ને દિને સુરત બંદરમાં દેવેન્દ્રસૂરિસ્કૃત કર્મગ્રંથ યંત્રસહિતની પ્રતિ લખાઈ (જેનાનંદ પુસ્ત