________________
સુરતને જેન ઈતિહાસ.
૧૫. સંઘવી તારાચંદના સંધમાં અંચળ ગચ્છના ઉદયસાગર સૂરિ અને તેમના શિષ્ય તિલકચંદ હોવા જોઈએ એમ તેના રચેલ સિદ્ધાચલ સ્તવન (જેન પ્રબોધ પૃ. ૩૧૭) ની છેલ્લી બે કડી પરથી જણાય છેસંઘવી તારાચંદને સંઘ, ભૂષણદાસ મલ્યા મનરંગ - એ તે જાત્રા કરે સર્વ સંધ, મનોહર મિત્ર એ ગિરિ સે. ૯ શ્રી વિધિ પક્ષ ગ૭પતિ રાય, ઉદયસાગર સૂરિ સુપસાયા શિષ્ય તિલકચંદે ગુણ ગાયા, મનહર મિત્ર એ ગિરિ સે. ૧૦
૧૫૮. સુરતના સંઘ સાથે જિનવિજ્યજી પાલીતાણા ગયેલા તે વખતનું સં. ૧૮૨૮ પોશ શુદિ ૧૪ ને દિને શત્રુંજય સ્તવન” તેમણે રચ્યું છે તે કેટલીક મહત્વની ઐતિહાસિક હકીકત પૂરી પાડે છે. (જેનયુગ ૫૦ ૧ પૃ. ૨૫૨) - ૧૫૯. સં. ૧૮૨૭ને શ્રાવણ શુદિ ૮ ચંદ્રવારે ૫. દેવે સા વિમલચંદના પઠનાર્થે સક્લચંદ્ર કૃત સત્તરભેદી પૂાની પ્રત એક ચોપડામાં (મુનિમાણેક પાસે) લખી.
૧૬૦. સં. ૧૮૨૭ અને ૨૮ માં ઘણું મોટા પ્રતિષ્ઠા મહેસંવે ખરતરગચ્છના જિનલાભ સૂરિના ઉપદેશથી અને સુરતના ભાઈદાસ નેમિદાસના દ્રવ્યથી થયા અને તેથી સં. ૧૯૩માં લાધા શાહે ચૈત્યપરિપાટીમાં ગણાવેલાં બિબામાં ઘણું વધારે થયે. તે સંબંધી હકીક્ત એમ છે કે ખરતરગચ્છનાં ચૈત્યો સુરતમાં નાણાવટ હનુમંત પિલમાં અજિતનાથનું અને ગોપીપુરામાં શીતલ નાથનું તથા બીજું એમ ત્રણ હતાં. સં. ૧૮૨૭ વૈશાખ શુદિ ૧૨ દિને આદિ