________________
૧૦૦
સુરતના જૈન ઇતિહાસ.
૧૬૭. તે પ્રેમચંદ મૂળ અમદાવાદના વતની; ત્યાંથી આવી સૂરતમાં વસ્યા અને સં. ૧૮૩૭ ૪માં સિદ્ધાચલનો સંઘ કાઢી સંધપતિ થયા. સિદ્ધાચલ પર મંદિર બાંધવાનો મનોરથ તપગચ્છના નાયક વિજયધર્મસૂરિના ઉપદેશથી જાગતાં ખોડીયાર કંડ ઉપરની ભૂમિમાં તેણે શિખરબંધ દેવાલય કરાવ્યું. તે પૂરું થતાં સુરતમાં તેનું
શકામાં સંવત આવેલ છે કે
આગે અઢારસે તીસે સમે, કાઢયો સંધ તે મનને ગમે આ સંવત બરાબર છપાયો નથી જુઓ પૃ ૧૯૮ (અઢારસે તીસેસમેંએમ છપાયું છે.) તેથી સં. ૧૮૩૦ હેવાનું કહેવું હતું, પણ તે અઢાર સેંતીસ એટલે સાડત્રીંસને મારવાડમાં સેંતીસ કહે છે તે પ્રમાણે ૧૮૩૭ હેવું જોઈએ, એ ક્ષેમવર્ધન કૃત શાંતિદાસ વખતચંદ શેઠના રાસમાં નીચે પ્રમાણે આપેલ સંવત પરથી ધ્યાનમાં લેતાં જણાયું. છે:–
સંવત અઢાર સાડત્રીસમાં રે લોલ પ્રેમચંદ લવજી સાર સંઘવી સિદ્ધગિરિને થયો રે લાલ, શેઠજી પણ હતા લાર.
[ જેન ઐ રાસમાળા પૃ ૮૪ ] –આ સંઘમાં “શેઠ” એટલે વખતચંદ શેઠ પણ સાથે હતા. વળી આ સંધમાં પદ્મવિજય પણ હતા, એ તેના રાસ પૃ. ૧૮પથી જણાય છે
મેદી પ્રેમચંદ લવજી હો કે, સંઘમાં વિમલગિરિ ગુરૂ ભેટે રંગે હે કે, પરિણતિ શુદ્ધ ધરી.