________________
ઓગણીસમું વિ. શતક.
વીજળી ઝબકી, જલપુર વહ્યાં. આ જોઈ સંઘવી સદ્દગુરૂને વિનવવા લાગ્યા કે એવું કંઈ ધ્યાન કરે કે આ વૃષ્ટિ બંધ થાય સૂરિએ કહ્યું " ચિંતા ન કરે. આજ પ્રહરે રાત્રિ સમે તેનું જેર વિલય પામશે.” એવામાં મેઘને ઉપદ્રવ દૂર થયો. સૂરતી સંધવાળાએ સાધર્મિક વાત્સલ્ય કર્યું. સુરતના લખમીદાસ શેઠે અનેક ઉત્સવ કર્યા,
૧૭૨. એવે માલ પહેરવાનો મહત્સવ આવ્યો. મહા વદ પાંચમને દિવસે સંધવીએ ગુરૂ સહિત જિવંદન કરી રથયાત્રા રચી. પ્રેમચંદ સંઘવીએ પહેલી, અને પછી હેમચંદ, જયચંદ અને બેધલશાહે ઈદ્રમાલા પહેરી ઈદ્ર બન્યા. સંઘવિણ (સંઘવીની પત્નિ) વીછવહુએ, અને (બેધલશાની પત્નિ) ગુલાબવહુ ઈંદ્રાણ થયાં ગુરૂ સાથે રહી આદીશ્વર પ્રભુને પાયવંદન કરી ચૈત્યસ્તવ બેલી ગામમાં આવ્યાં ને તેનાં દેહરાં વાંઘાં. સ્વામી છલ કર્યું. બીજે દિને પ્રદક્ષિણ દઈ ઉલખાઝલ દેખી ચલણ-તલાઈ, અને સિદ્ધશિલા વગેરે સ્થળે જઈ ગિરિ ફરસીને ઉતારે આવી સંઘને જમાડે. શત્રુંજી નદીમાં સ્નાન કરી સંધ પવિત્ર થયો. સાધુઓમાં લહાણી થઈ. સંઘે સૂરિ પાસે આવી સૂરતમાં ચોમાસું કરવા વિનંતિ કરી ને તે તેમણે સ્વીકારવાથી સંઘવી હરખે. વાજતે ગાજતે ગામબહાર આવી ડેરા નાંખ્યા. ત્યાં કેશરીસિંઘ લાધાએ ગુરૂને કહ્યું કે તેની પ્રતિમાની
૧ આ ગુલાબ વહુએ સિદ્ધચક્ર કરાવ્યું હતું એ લેખ મળે છે “સંવત ૧૮૨૫ વર્ષે આશાઢ સુદિ ૧૫ માકશન (?) સુત બોધલશાહ ભાર્યા ગુલાબવહુક્યા સિદ્ધચક્ર કારાપિત ' (જુઓ લેખ નં. ૨૭૬ સુરત જે. પ્ર. લેખ સંગ્રહ)