________________
ઓગણીસમું વિ. શતક.
૧૦૪ આવે ને મનનો આમળા ભાગે ? મુનિએ જણાવ્યું કે શ્રીજીને પત્ર લખ ને બેલા. એટલે પત્ર મોકલાયો. શ્રી વિજયજિતેંદ્ર સૂરિએ મઢાથી પાલણપુરના મણિભદ્રની યાત્રા કરી આવીશ એમ ઉત્તર મોકલ્યા. પાંચ સાધુઓ સહિત મણિભદ્રની યાત્રા કરી ઉગ્ર વિહાર કરી સમઉ, નીબડા થઈને સીહોર મહા શુદિ આઠમે આવ્યા ને ત્યાંથી પાલીતાણે નવમે આવી પહોંચ્યા. સામૈયું ગાજતે વાજતે થયું.
૧૬૯. સંઘવીએ સૂરિજીને પૂછતાં તેમણે પોતાને વિહાર જણાવ્ય:-“અબુદ (આબૂ) ગિરિ ભેટી શિવપુરી ( શિરોહી) ચોમાસું કહ્યું, માગશરમાં વિહાર કરી રેહાઈ દેશ, બાંભણવાડા વીરપ્રભુ, જીવિતવામિ, લોટાણું આદીશ્વર, વસંતપુર શાંતિનાથ, હમીરપુરનો કરણીવાળા પ્રાસાદ, ત્યાંથી તમારો આગ્રહ આવતાં મણિભદ્ર ભેટી શંખેશ્વર પાર્શ્વનાથ વંદી અહીં આવ્યા. પછી ગિરિવર જઈ યાત્રા કરી. નવા દેરાસરને જોઈ બીજે દિને (અગ્યારસે). પ્રતિષ્ઠા કરવાની હતી (પછી ઋષભચરિત્ર આવે છે.) પ્રેમચંદ સંઘવીનું કરાવેલું ષ ભબિંબ બહુ મનોહર હતું. તેની પ્રતિષ્ઠાનો પંચકલ્યાણક ઉત્સવ કર્યો. પ્રેમચંદ સંઘવીની બહેન તેજકુંવર સ્વર્ગસ્થ થઈ હતી તેનો ઉલ્લેખ અહીં કર્યો છે. તેણીને શંખેશ્વર પાર્થ પ્રત્યે ધ્યાન હતું તેથી ત્રીશાષે” (સં. ૧૮૩૦માં? ) શંખેશ્વરનો સંધ કઢાવ્યો હતો અને તેણીનો જીવ દેવ થઈ આ સંઘને સાંનિધ્ય કરતો હતો એમ કવિ કહે છે.
૧૭૦. મુહૂર્ત દિને (મહા સુદ ૧૧ દિને) સંઘે સૂરીશ્વર સાથે ચઢી સ્નાત્ર–મહોત્સવ કર્યો. રિએ મંત્રથી બિંબોની અંજનશલાકા કરી. પહેલાં વીજ વહુએ પખંયા. બધલશાની વહુએ વધાવ્યા.