________________
૧૦૪
સુરતને જૈન ઇતિહાસ બિંબ–પ્રવેશને દિન (વદ) પાંચમ ને બુધવારને નકી થતાં બિંબને પાટે બેસાડ્યા. પ્રાસાદને “સર્વતેભદ્રએ નામ આપ્યું [આ પ્રતિષ્ઠાને શિલાલેખ છે કે જેનો સાર ડા. બહલરે પોતાના “લિસ્ટ'માં અંગ્રેજીમાં આપેલ છે તેને ગુજરાતી અનુવાદ નીચે પ્રમ ણે છે
આ “નં. ૪૪ સંવત ૧૮૪૩, શક ૧૭૦૮, માઘ શુદિ ૧૧ સોમવાર; લઘુ શાખા અને કાશ્યપ ગોત્ર તથા પરમાર વંશના શ્રીમાલી અને રાજનગર (મૂલ) નિવાસી, પ્રેમચન્દ્ર આદિનાથની પ્રતિમા અર્પણ કરી. તપાગચ્છને વિજયભિનંદ્રસૂરિએ પ્રતિષ્ઠિત કરી.”—જુએ શ્રી જિનવિજય સંપાદિત પ્રાચીન જૈન લેખ સંગ્રહ, અવેલેકન પૃ ૫૩]
૧૭૧. ગામમાં આવી ત્રણ સૂરિઓ (ઉપર્યુક્ત વિજયભિનંદ્રસૂરિ, ઉદયસાગરસૂરિ એ બે અને ત્રીજા કેણ તે કરી શકાતું નથી; કારણ કે તેનો ઉલ્લેખ નથી. ઉત્તમવિજય ન હોઈ શકે; કારણ કે તેને સૂરિપદ હતું નહિ) ને બોલાવી વહરાવ્યું. પાઠક-ઉપાધ્યાય પદધારી એક અને સાધુ પાંચસો સત્તાવીશ હતા નવાગે પૂજા કરી, બે શાલ ઓઢાડી આચાર્યોનું સન્માન કર્યું. સર્વે સાધુના હાથમાં એક રૂપિયો રાખી પૂજા કરી મોદકાદિ વહોરાવ્યું. સર્વે સંઘના લોકોને જમણ માટે નોતર્યા. અમદાવાદ, સુરત, પાટણ, કપડવણજ, ખંભાત, પાલણપુર, કાકરેચી, મારવાડ, ઓરંગાબાદ, અઝા, બરહાનપુર, હૈદ્રાબાદ, ભાવનગર, ભરૂચ, ઘોઘા, નવાનગર, કઠાલ (માંગરેલ પોરબંદરાદિ), ડભોઈ વડેદરા, પેટલાદ, મિયાંગામ, જબૂમર, કાવલી, ઝાલાવાડ અદિ બાવન ગામના સંધને જમાડયા. કેટલાકે લેહેણી કરી. મિઠાચંદ લાધાએ સંઘની ભક્તિ બહુ કરી, શ્રી પૂજ્યને પહેરામણુ કરી. એવામાં ત્યાં ભારે વરસાદ થયે.