________________
ઓગણીસમું વિ. શતક.
૧૧૭
૧૬. કહેવાય છે કે સંધમાંથી આવ્યા બાદ ડાહ્યાભાઈ શેઠે સુરતમાં આવેલ ગેડીજી પાર્શ્વનાથ ભગવાનનું દેરાસર કે જે વડા ચૌટા નગરશેઠની પળમાં આવેલું છે તે બંધાવ્યું છે.
| (સુરત ચૈત્ય પરિપાટી પૃ. ૨૫) ૧૭. સં. ૧૮૭૧ માં પ્રસિદ્ધ કવિશ્રી વીરવિજયે સુરતમાં ચોમાસું રહીને શ્રાવણ માસમાં પાંચ ઢાળનું અક્ષય નિધિ તપ સ્તવન રચ્યું.
૧૯૮. સં. ૧૮૭૨ ના શ્રાવણ શુદિ ૭ શુક્ર સાગરગચ્છના પં. ન્યાયસૌભાગ્ય ગણિ પાસે સૂર્યપુર વાસ્તવ્ય વીસા ઓસવાળ જ્ઞ વિના સા. રૂપા સુત ખેમચંદની પુત્રી શ્યામકુંવરે પં. ભક્તિસાગરના ઉપદેશથી ઉદયરત્નકૃત લીલાવતી સુમતિવિલાસ રાસની ૧૬ પત્રની પ્રત લખાવી. (જેન ગૂર્જર કવિઓ ભા. ૩ પૃ.૧૩૫૫)
૧૯. સં. ૧૮૭૭ માં સુરતના સંઘે પોરબંદરમાં રહેલા તપાગચ્છના ભટ્ટારક વિજયજિતેંદ્રસૂરિને સૂરત પધારવા નિમિત્તે ચિત્રબદ્ધ એક વિજ્ઞપ્તિપત્ર મેકલેલું તેમાં સૂરત નગરનું વર્ણન તુટી
ટી બારોટશાહી હિંદી-રાજસ્થાની ભાષામાં મૂકેલું છે તે મને પાલણપુરવાળા રા. નાથાલાલ પાસેથી તે વિજ્ઞપ્તિ પત્ર મળતાં મેં ઉતારી આપેલ તે પૃ ૧૩૩ થી ૧૩૭માં છપાયેલું છે; હાલ તે વિજ્ઞપ્તિ પત્ર શેઠ કેશરીચંદ પાસે છે. તેમાં તે વખતે વિદ્યમાન સુરત સંઘના જેન આગેવાનોની સહીઓ છે તે ખાસ નોંધવા લાયક છે. - ૨૦૦. આ વર્ણન કવિ દીપવિજયે સં. ૧૮૭૭ માં કરેલ સૂરતની ગજલનું પ્રથમ સ્વરૂપ છે. તે ગજલ મેં જૈન યુગ પુ. ૪ અંક ૩-૪ પૃ. ૧૪૭ થી ૧૪૬ માં તેના તંત્રી તરીકે પ્રગટ કરી