________________
૧૧૬
સુરતને જૈન ઇતિહાસ.
ભૂખણવાળા, ભણશાલીજીવાળા, નગરશેઠવાળા વગેરે ઘણાએક સ હુકાર હતા એમ જણાવી વિશેષ કંઈપણ કરાવ્યો નથી. ભણશાલીજી, નહાલચંદ કાકા, નગરશેઠવાળા એ સર્વે તે સમયના જૈન આગેવાન હતા.
૧૯૩. ભણશાલીજીના કુટુંબમાં માણેકચંદ રૂપચંદ ભણશાલીની પેઢી ચાલતી હતી તેના થડા વંશજેને આ પૃ. ૫૩ પર આપો છે કે જે પૈકી એક સુરતમાં ગુજરાત સમાચાર ને ડાંડીઓ પત્ર કાઢતા હતા. તેમના ઘરની આસપાસને તો હજુ પણ ભણશાલીને મહેલે કહેવાય છે. આ ભણશાલીના કુટુંબીજ અગાઉ ઉલ્લેખેલ પ્રેમજી સંઘપતિ સાથે ગયેલા અમદાવાદના કપુરચંદ ભણશાલી હશે.
૧૯૪. નહાલચંદ કાકા ઉપર જણાવેલ શત્રુંજય પર સં ૧૮૬૧ માં ઈછાકુંડ બંધાવનાર ઇચ્છ.ભાઈના પિતા નિહાલચંદભાઈ શ્રીમાલી હોવા જોઈએ. નગરશેઠ એટલે નગરશેઠ લખમીદાસ અને તેના વંશજો હજુ સુધી નગરશેઠ પદવી ધરાવનાર જૈન ધર્માનુરાગી છે.
- ૧૯૫. સં. ૧૮૬૨ માં ડાહ્યાભાઈ શેઠ સુરતથી સંધ લઈ અમદાવાદના પ્રસિદ્ધ નગરશેઠ વખતચંદ શેઠને પૂછીને ગેડીરાય ભેટવા યાત્રા અથે મેરવાડ ગયા.
સંવત અઢાર બાસઠે રે લાલ, ડાહ્યાભાઈ સુજાણ સુરતથી સંઘ લેઈને લાલ .............................. શેઠજીને પુછી કરી રે લાલ, ભૂટણ ગાડી રાય સંઘ સરસ બને અતિ ઘણો રે લાલ, ગોડીરાયને ભેટવા જાય. મોરવાડે પ્રભુ તેડીને રે લાલ, સંઘને હર્ષ અપાર સંઘ સરસ રળીયામણ રે લાલ, ઘણું શું કહું વારવાર.