________________
ઓગણીસમું વિ. શતક.
૧૦૧
પ્રતિષ્ઠા મુહૂત જોવરાવતાં [ સંવત ૧૮૪૩] મહા સુદિ ૧૧ સોમવારનું આવ્યું. તે સમયે પહોંચવા અને પિતાની સાથે યાત્રા કરવા સુરત સંઘને તેણે વિનતિ કરી. પિત અને પિતાના બે ભાઈ નામે હેમચંદ અને જયચંદ એમ ત્રણેએ સંઘપતિનાં તિલક ધરાવ્યાં. એવામાં પાટણના બોધલશાએ આ સંધમાં ભાગ આપો તો હું દ્રવ્ય આપું એમ જણાવ્યું. સંઘ પિશ શુદ ૨ સામે નીકળ્યો. કંકોતરી સંઘોને મોકલી તેથી ગામગામના સંઘનાં માણસે એકઠાં મળ્યાં. વિજયધર્મસૂરિ સં. ૧૮૪૧માં સ્વર્ગસ્થ થયા હતા એટલે તેમના પટ્ટધર વિજયજિતેંદ્ર સૂરિ કે જે શિરેહીમાં ચોમાસું હતા તેને ત્યાં આમંત્રણ રૂપે કંકેતરી કાસદ દ્વારા મોકલી. તેમણે તે આમંત્રણ સ્વીકારી ત્યાંથી સંઘમાં ભળવા પ્રયાણ કર્યું. ગુરૂ અને સંઘ બને મળ્યા. ને યાત્રાર્થે સંઘ વહાણમાં જઈ પહેલાં ભાવનગર ઉતર્યો ત્યાંના આદીશ્વરને જુહારી ગાડાં, વહેલ, સુખાસન, ઘોડા, ઉંટ, રથ આદિ વાહમાં શેઠ અને સંધ પાલીતાણે આવ્યા.
૧૬૮. પંચમીને મંગળવારે પ્રભાતે સંધવીએ શિખર જોઈ આનંદ દાખવ્યો અને સુવર્ણકાલમાં ફૂલે ભરીને ગિરિરાજને વધાવ્યો. લલિતાસર પાસે ડેરા નાંખ્યા. પાલીતાણાના (ઠાકર)
*આ સંવત્ ૧૮૪૩માં બીજીવાર સંઘ કાઢો તેને ઉપર્યુક્ત શાંતિદાસ વખતચંદ શેઠના રાસમાંથી ( ઉક્ત રાસમાળા પૃ. ૮૪) ટેકે મળે છે –
સંવત અઢાર તાલીશે રે લાલ, બીજીવાર રસાળ પ્રેમચંદ લવજી તણે રે લાલ, સંઘ શેત્રુજે વિશાળ.