________________
ઓગણીસમું વિ. શતક.
નિહાલચંદ ગછના રાગી અને ધર્મપ્રેમી હતા, તેમ મેહનદાસના પુત્ર ભૂખણદાસે અતિ આડંબરથી બિંબ) પ્રતિષ્ઠા કરાવી હતી, અને વ્રતધારી ગલાલશાહના પુત્ર સકલચંદ શાસન પ્રેમી હતો. આગમગચ્છને સિંહરત્ન સૂરિના શિષ્ય હેમચંદ્રના આગ્રહથી ઉક્ત રાસની રચના થઈ હતી. (હાલ છપાત જેન ગૂ ક. ભાગ ૩ જે પૃ ૧૨૨) ઉક્ત સૂરિજી સુરતમાં સં. ૧૮૨૬ ના આશો સુદ ૨ દિને સ્વર્ગસ્થ થયા.
૧૫૫. સં. ૧૮૨૫ કા. વ. ૧૦ શનિવારે શ્રી હરિપુરા મળે શ્રી સંભવનાથ પ્રસાદાત શ્રી હેમરાજ પઠનાર્થે પાર્ધચંદ્ર સૂરિ ગચ્છના મુનિએ સકલચંદ્ર કૃત સત્તરભેદી પૂજાની પ્રત લખી ( ૪ પત્ર વીરમગામ લાયબ્રેરી.)
૧૫૬. સંવત ૧૮૨૬ માં તારાચંદ શેઠે સુરતને સંઘ લઈને રાજનગર આવી શ્રી શત્રુંજયની જાત્રા કરી અને તેની સાથે તારંગા, આબુ, ગેડી શંખેશ્વર પાર્શ્વને ભેટયા. એ વાત સેમવર્ધનના સં. ૧૮૭૦માં રચેલા શાંતિદાસ વખતચંદ શેઠના રાસની ઢાલ ૩૮ માં મળી આવે છે –
સંવત અઢાર છવીસમાં રે લોલ તારાચંદ સંધ જેય રાજનગરે તે આવીને રે લાલ, સુરત વાસી સંઘ લેઈ. તારંગા આબુ ભેટી કરી રે લાલ ગેડી શંખેસર પાસ ઉભી સેરઠ નેમનાથજી રે લાલ સિદ્ધગિરિ ભેટો ઉલ્લાસ
—જેના ઐતિહાસિક રાસમાળા ૮૩-૮૪