________________
સુરતને જેન ઈતિહાસ.
૧૫૦. સં. ૧૮૨૧ માગશર શુદિ ૩ સોમવારે સુરત મળે શા. પ્રેમચંદ સખી પઠનાર્થે દેવચંદજી કૃત ચોવીશીની ૧૫ પત્રની હસ્તપ્રત લખાઇ (પ. ૧૩ વડા ચૌટા ઉપાશ્રય ભં. સુરત) - ૧૫૧. સં. ૧૮૨૨ ના માઘ શુદિ ૧૩ ને દિને સંઘવી તારાચંદની સંઘભક્તિ ઉલ્લાસી. શંખેશ્વર પાર્શ્વ આદિ ૨૯૫ જિન બિંબની પ્રતિષ્ઠા સિદ્ધાચલ પર કરવાની વૃત્તિ થતાં પદ્મવિજયજીએ શાસ્ત્રાનુસાર તેની પ્રતિષ્ઠા કરીને તેની ઈચ્છા પૂરી કરી. (જુઓ પદ્મવિજય નિર્વાણરાસ. જેન ઐરાસમાળા.)
૧૫ર. સં ૧૮૨૩ માં આંચલિક ગચ્છના ઉદયસાગર સૂરિ (કે જેનો ઉલ્લેખ ઉપર થઈ ગયું છે તેના પટ્ટધર તરીક) એ આચાર્ય પદ તેમના શિષ્યને આપી કીર્તિસાગર સૂરિ નામ સ્થાપ્યું. આ વખતે શા ખુશાલચંદ તથા ભુખણદાસે છ હજાર ખર્ચ મહત્સવ કર્યો.
૧૫૩. આ કીર્તિસાગર સૂરિના પટ્ટધર તરીકે આચાર્ય અને ગચ્છશ પદ સુરતમાં સં. ૧૮૪૩માં પુણ્યસાગર સુરિને અપાયું અને તેને મહોત્સવ શા લાલચંદે કર્યો. આ પુણ્યસાગર સૂરિના પટ્ટધર રાજેન્દ્રસાગરને જન્મ સુરતમાં થયો હતો
૧૫૪. ઉક્ત ઉદયસાગર સૂરિના શિષ્ય દર્શનસાગરે સં. ૧૮૨૪ મહા શુ. ૧૩ રવિને રોજ સુરતમાં વડાચૌટાના ભાઈસાજીના ઉપાશ્રયમાં રહીને આદિનાથ રાસ રચ્યું. : તે વખતે કપુરચંદ વંશદીપક તેના પુત્ર શાહ ખુશાલચંદ હતા કે જેણે ઉપાશ્રય ધર્મશાલા પ્રમુખ શુભ કાર્ય કર્યા હતાં તેમ પારેવાડ જ્ઞાતિના