________________
અઢારમું વિ. શતક ઉત્તરાર્ધ.
સામે જવા કહ્યું. તે રીતે સંઘને માન આપ્યું, ત્યાંના આદીશ્વરનાં દર્શન કર્યા ને સંઘે પૂજા કરી. રાજાને સાથે આવવા વિનતિ કરી ને રાજાએ તે માટે ચોકીદાર વગેરે માટેનું લાગત ખર્ચ માંગ્યું. કચરાશાએ દસ્તુર જે ચગ્ય હોય તે આપવા કબૂલ્યું એટલે રાણાજી લશ્કર સાથે સંઘ ભેગા નીકળ્યા (કાર્તિક વદિ ૧૩). ચોથે દિન વરતેજ, પછી કનાડે આવ્યા સાથે ઉત્તમવિજય પંન્યાસ, વિમલ તપસ્વી, ખરતરગચ્છી દેવચંદ્રજી હતા. પાલીતાણના રાજા પૃથ્વીરાજજી (જેને પણ અગાઉ ઉલ્લેખ થઈ ગયો છે) ના કુંવર સામા આવ્યા કે જેને સંધવીએ પહેરામણું કરી. કુંવર શ્રી નવઘણુ સંઘ સાથે ગારીઆધર સુધી આવ્યા ને માગશર શુદિ ૧૩ દિને શત્રુંજયની, જાત્રા કરી. પછી પાલીતાણ આવ્યા, હમેશ યાત્રા થતી રહી ઉપદેશ શ્રી દેવચંદ્રજી અને ઉત્તમવિજયજીને ચાલુ થયો એટલે ખંભાતથી જીવણશાહ સંધવી ખંભાત, ઘોઘા, ભાવનગરના લોકોનો સંઘ લઈ આવ્યા; વેલાવલ પાટણથી રામચંદ્રશા અને દક્ષિણથી મેઅર ગામને સંધ લઈ ગલાલશ. એમ અનેક સોએ આવી યાત્રા કરી. સુરતથી વિધિપક્ષ (આંચલ ગ૭) ના (ઉપર્યુક્ત) ઉદયસાગરસૂરિ, તપાગ
ચ્છના પાઠક સુમતિવિજય આદિ અનેક સાધુઓ અદિને ચતુર્વિધ સંધ મળ્યો. પિશ શુદિ ૧૩ દિને ઇંદ્રમાલનો ઉત્સવ થયો. સફલ યાત્રા કરી સંધ સુરત જવા પાછો વળ્યો, ભાવનગર થઈ સુરત આવ્યો. શેઠ કચરા કીકાને પુત્ર તારાચંદ, ફત્તેચંદ પુત્ર ઝવેરચંદ રૂપચંદ સંઘવીને પત્નિ દેવબાઈથી થયેલ પુત્ર લાલચંદ તથા તેને ભાઈ મીઠાચંદ સૌને સંધ યાત્રા કરી પાછા ફરતાં અતિ આનંદ વોયે.