________________
૮૬
સુરતને જૈન તિહાસ.
સાથે યાત્રા કરતાં જિનરાજની ભકિતને માટે ‘સ્નાતૃ પંચાશિકા’ નામના ગ્રંથ સંસ્કૃતમાં સ. ૧૮૦૪ ના પોષ સુદ ૧૫ ને સોમવાર દિન પાલીતાણામાં રચ્યા છે.
૧૩૫. આ કચરા શાહના ઉલ્લેખ ઉપર આવી ગયા છે. તેમણે કાઢેલા ઘનું વર્ણન પ્રસિદ્ધ અધ્યાત્મી દેવચંદ્રજીના શિષ્ય મતિરત્ને સિદ્ધાચલ તીર્થયાત્રા પદ્યકૃતિ (જુએ પ્રાચીન તીર્થંમાળા સંગ્રહ) એ નામની પાંચ ઢાળમાં રચી તેમાં કયુ છે, તેને રચ્યા સંવત્ આપેલ નથી તેમ સંધ નીકળ્યાનેા સંવત્ આપેલ નથી પણ તેની મિતિ કાર્તિક શુદ ૧૩ આપેલ છે. આમાં વિગત એ છે કેઃ—
મૂળ પાટણના રહીશ અને રવજીશાના કુલમાં થયેલા વૃદ્ધશાખીય (વીસા) શ્રીમાલી કચરા કીકા પોતે ત્રણ ભાઈ સહિત સુરત આવ્યા. તેણે શત્રુંજયને તિર્તક શુદ ૧૩ ને (સ ંવત્ આપ્યા નથી) કાયે . રૂપચંદ નામના શેઠ પણ સંધવી તરીકે જોડાયા. ડુંબસ (ડુમસ) આવી ત્યાંથી ભાવનગર આવ્યા કે જ્યાં ભાવસિંહજી (કે જેમણે સ. ૧૭૭૯ ના વૈશાખ શુદ ૩ ને દિને ભાવનગર વસાવ્યું હતું અને જેએ ૬૧ વર્ષ સુધી સ્વતંત્રપણે રાજ્ય કરી સ. ૧૮૨૦ માં સ્વસ્થ થયા. આ તેજ ભાવસિંગ હાઇ શકે કે જેના ઉલ્લેખ સ. ૧૭૭૦ માં સુરતના સૌંધવી પ્રેમજી સવજીના સંઘને મળેલા તેના શલાકામાં જણાવેલ છે) રાજ્ય કરતા હતા. તેમણે ચાંચીઆને જેર કરી જગાત એછી કરી સમુદ્રને નિર્ભય અને વેપારીઓને આબાદ કર્યા હતા. આ સધને માન આપવા ભાવસિંહજીએ ત્યાંના શેઠ કુઅરજી શેને બીજા આગેવાન સાથે