________________
અઢારમું વિ. શતક ઉત્તરાર્ધ.
અહીં કચરાશાને મૂળ વસવાટ હેવાથી તેને બહુ હર્ષ થયે અને ત્યાં ઘણું કરજદારનું કરજ ફીટાડયું ને પછી સુરત આવ્યા.
૧૧૫ સં. ૧૭૯૦ મહા વદિ ૧૦ રવિ દિને “સુશ્રાવક પુણ્યપ્રભાવક દેવગુરૂપરમભક્તિકારક જીવદયાપ્રતિપાલક સાહ ખુયાલચંદ વાચનાર્થે શ્રીમદ્દ યશોવિજય ઉપાધ્યાયત દ્રવ્ય ગુણ પર્યાય રાસ તેમના સ્વપજ્ઞ બાલાવબોધ સહિતની ૩૦ પત્રની હસ્તપ્રત લખાઈ (નાનચંદ યતિને ભંડાર) અને તેની બીજી પ્રત ૭૫ પત્રની તેજ વર્ષના માહ સુદ ૮ ગુરૂવારે લખાઈ (દા. ૧૯ નં. ૬ સીમંધર સ્વામી ભં. સુરત.)
૧૧૬. સં. ૧૭૯૨ ફ. વ. ૧૩ શનિવારે પંડિત દેવહંસ ગણિ શિ. પં. જહંસગણિ શિવ શ્રીરૂપહંસગણિ શિ. મુનિ મેહનહંસ અને મુનિ દ્ધિહંસગણિ શિ૦ મુક્તિસે સુરતમાં ચાતુર્માસ રહી કવિ રામવિજયકૃત શાંતિનાથ રાસની ૧૮૪ પત્રની પ્રત લખી (દા. ૨૦ પિ. ૧ વીરવિજય ઉપાશ્રય, અમદાવાદ)
૧૧૭. સં. ૧૭૯૩ ના માગશર વદ ૧૦ ગુરૂવારે કડવાગચ્છના લાધાશાહે સુરતમાં જેટલાં ચેત્યો છે તેનાં નામ ઠામ સહિત વર્ણન રૂપે “સૂરત ચૈત્ય પરિપાટી સ્તવન” નામની પદ્યકૃતિ શાહ લાલચંદના આગ્રહથી રચી. આમાં અગાઉ શ્રી વિન્યવિજય ઉપાધ્યાયે ગણવેલાં ૧૧ દેરાસરે પૈકી ૧૦ મોટા દેરાસરે, ઉપરાંત ગૃહમંદિરઘરદેરાસર ૨૩૫, ભોંયરાં ૩, પ્રતિમા ૩૯૭૨, પંચતીર્થીની ૫ ધાતુ પ્રતિમા, વીસવટાની ૨૪, વગેરે દશ હજારને એકતાલીસ ગણવેલ છે, એટલું જ નહિ પરંતુ તે દરેક દેરાસર કયા કયા પુરામાં આવેલ છે,