________________
પ્રેમજી પારેખનો શત્રુંજય-સંઘ.
અદબદ (અદ્દભુત) દેવની મૂર્તિ, મરૂદેવી કુંડ, પાંડવ પિલથી નીકળી પુંડરીક, ભોંયરાં, મોટું દેરૂ, શીતલનાથ, મરૂદેવી ટુંક, સિદ્ધવડ, ઉલખાજેલ, ચિલણા તલાવડી, શેત્રુંજી નદી. આમ સર્વસ્થળે સંઘ ફર્યો. દેહરામાં ગીતગાન. સર્વ મળી ૩૦૦ સાધુઓ, ૪ ગચ્છનાયક હતા. સ્વામીવચ્છલ થયું, ઘણી લાણુઓ થઈ, તેમાં મેટી ૧૬ લાણ હતી. કપુરચંદ ભણશાલીએ શેર ખાંડની લાણી, સુરતના પારેખ મોરારે બીજી લહાણી આપી. સંઘવીએ સંઘજમણ આપ્યું.
૯૪. છઠથી પૂનમ સુધી સંઘે શંત્રુજયની યાત્રા કરી ત્યાં સુધી રાજા પૃથ્વીરાજે સીધું રાખ્યું. વદ એકમે ડુંગર ૫ર કેઈથી મને સેળ હજાર રૂપીઆ મુંડકાના ન આપે ત્યાં સુધી નહિ જવાય એમ પૃથ્વીરાજે કહી દીધું. ભણશાલીએ માણસને જોઈ બોલવા અને પિતે બીલકુલ આપશે નહિ એમ જણાવ્યું. આની ભાંજગડમાં છ દિન ગયા. ભાટ વાણુ આ છ હજાર રૂા. સુધી વાતે લાવ્યા, પણ ભણશાલીએ કહ્યું એથી અર્ધ-ત્રણ હજાર આપીએ. પૃથ્વીરાજ કહે “ચાલ્યો જા, તને કેણે અહીં તેડાવ્યો છે. એ તે હું હીરશાની લાજ રાખું છું નહિ તો તને તમાસો દેખાડી દેવું' ભણશાલી કહે “રાજા! એવડી વાત શાને કરો છો ? દાણ આપે તે ઓસવાલ બચ્ચે નહિ. હવે એક બદામ પણ ન આપું.' ભણશાલીએ આરબોનું લશ્કર રાખ્યું, બંદુક વગેરેથી સજજ કર્યું. પથ્વીરાજે પિતાના ગામના કાઠી કાળીને ભેગા કર્યા અને સંઘને ચાર અને પાણી પિતાના પ્રધાનની બુદ્ધિથી બંધ કરાવ્યાં. ભણશાલીએ ઉટ મંગાવી દેવા દીધા હતા ત્યાં કઈ ખોદાવી ને તેમાં પાણી આવ્યું. ફિજ મોકલી ચારે મંગાવી લીધું. આમ હેસાસીમાં વાત વધી